Help & Support   |   Register Now   |   Login Now     

ઇટાલી સુરક્ષા બાબતો પર જી-7 આંતરિક મંત્રીઓના શિખર સંમેલનની મેજબાની કરશે.

ધ ઇકોનોમિસ્ટના ગ્લોબલ લાઈવેબિલીટી રિપોર્ટ મુજબ મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) સતત સાતમા વર્ષે દુનિયામાં રહેવા યોગ્ય સૌથી સારું શહેર.

નેપાળ અને ચીને વીજળી તથા ઊર્જા ક્ષેત્રે પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ત્રણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

હિંદુસ્તાન યુનિલીવરના મુખ્ય નાણાકીય અધિકારી પી બી બાલાજીએ રાજીનામું આપ્યું. તેઓ ટાટા મોટર્સમાં ગૃપ સીએફઓનું પદ સંભાળશે.

ગુજરાતના મુખ્યમંત્રીએ નાના ઉદ્યોગો માટે 10 ઔદ્યોગિક ક્ષેત્ર, માછીમારો માટે આર્થિક સહાય અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નિ:શુલ્ક વાઈ-ફાઈ આપવાની ઘોષણા કરી.

એમંડી સંકારા રાવ IFCI Ltd.ના MD અને CEO નિયુક્ત.

સંતોષ શર્મા હિંદુસ્તાન કોપર લિ. (HCL)ના ચેરમેન અને MD નિયુક્ત.

જર્મનીના એલેકઝાન્ડર જ્વેરેવે રોજર ફેડરરને હરાવીને રોજર્સ કપ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર વેમ્પતીને રાજ્યસભા ટીવીના સીઈઓનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો.

છ દાયકા સુધી નિસ્વાર્થ ભાવથી દર્દીઓની સેવા કરનાર પદ્મ શ્રીથી સન્માનિત ડો. ભક્તિ યાદવનું નિધન.