Help & Support   |   Register Now   |   Login Now     

લુઇસ હેમિલ્ટને બેલ્જીયમ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો.

ઉબેરે ડારા ખોસ્રોવશાહીને પોતાના આગામી CEO તરીકે પસંદ કર્યા.

બ્રિટનમાં ભારતીય મૂળના ધૃવ ગર્ગે મેનસા આઈક્યૂ ટેસ્ટમાં સર્વાધિક 162 અંક મેળવ્યા.

બાર્સેલોના અને આર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસ્સી લા લીગાના ઈતિહાસમાં 350 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા.

દીપક મિશ્રાએ ભારતના 45મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

માંચેસ્ટર યુનાઈટેડના ખેલાડી પોલ પોગ્બા યુઈએફએ યુરોપા લીગની 2016-17 સિઝનના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારથી સન્માનિત.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મુંબઈમાં દેશના પ્રથમ ‘વિદેશ ભવન’નું ઉદઘાટન કર્યું.

ભારતની અન્ડર-15 રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે સેફ અન્ડર-15 ચેમ્પિયનશિપ જીતી.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ‘આઈ ડૂ વોટ આઈ ડૂ : ઓન રિફોર્મ, રેટોરિક એન્ડ રિઝોલ્વ’ નામનું પુસ્તક લખ્યું.

વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા માટે પ્રો. દિગંબર બહેરા ઈ.સ. 2016ના બીજુ પટનાયક પુરસ્કારથી સન્માનિત.