Help & Support   |   Register Now   |   Login Now     

ગોવા સરકારે પ્રાયોગિક આધાર પર ત્રણ જૈવ ઇંધણ સંચાલિત બસોની શરૂઆત કરી.

જેઈઈ મેઈન્સમાં પ્રથમ વખત 100% મેળવનાર ઉદયપુરના કલ્પિત વીરવાલનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું.

યુએસ-નોર્વેજિયન કંપની કોલોસ, આર્કટીક નોર્વેમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે જે 100% ટકાઉ ઊર્જા દ્વારા સંચાલિત થશે.

તેલંગાણા મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવની ભારતીય ખાદ્ય તથા કૃષિ પરિષદ દ્વારા સંસ્થાપિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2017’ માટે પસંદગી.

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ વીમા પ્રોડક્ટ્સના વેચાણ માટે બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ અને ચોલામંડલમ એમએસ જનરલ ઇન્સ્યોરન્સ સાથે કોર્પોરેટ એજન્સી કરાર કર્યો.

કોલંબિયા એશિયા હોસ્પિટલના CEO ડૉ. નંદા કુમાર જયરામ ‘હેલ્થકેર પર્સનાલિટી ઓફ ધ યર’ પુરસ્કારથી સન્માનિત.

રિયર એડમિરલ ત્રાવિશ સિન્નયાઈયા શ્રીલંકન નેવિ ફોર્સના ચીફ નિયુક્ત.

નિકોલે કુદાશેવ ભારતમાં રશિયાના નવા રાજદૂત નિયુક્ત.

બીએસએનએલે મોબીક્વિક સાથે ભાગીદારીમાં પોતાનું મોબાઈલ વોલેટ શરુ કર્યું જેનાથી તેના ગ્રાહકોને તરત જ બિલ પેમેન્ટની સુવિધા મળી શકશે.

વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના MD અને CEO પદેથી રાજીનામુ આપ્યું. સિક્કાને કંપનીના એક્ઝીક્યુટીવ વાઈસ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા.