Help & Support   |   Register Now   |   Login Now     

મૂડીઝ અનુસાર ભારતનો GDP વૃદ્ધિ દર આગામી 12થી 18 મહિના દરમ્યાન 6.5થી 7.5%ની રેન્જમાં રહેશે.

RBIએ KYC માપદંડોનું પાલન ન કરવા માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો.

ફેરારીના ફોર્મ્યુલા વન રેસર સેબસ્ટીયન વેટેલે હંગેરી ગ્રાન્ડ પ્રી.નો ખિતાબ જીત્યો.

અમેરિકન સ્વિમર કૈલેબ ડ્રેસેલે વિશ્વ એક્વાટિક્સ ચેમ્પિયનશીપમાં પોતાનો સાતમો સુવર્ણ ચંદ્રક જીતીને આ શ્રેણીમાં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક વિજેતા માઈકલ ફેલ્પ્સના 2007ના રેકોર્ડની બરાબરી કરી.

OECD-FAO કૃષિ આઉટલુક 2017-2026 રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો બીફ નિકાસકાર દેશ છે.

બીજી ઓગસ્ટ 2017 : ગાંધીનગરનો ૫૩મો જન્મદિન. ગાંધીનગરની બીજી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના થઈ હતી.

ભારતીય મુક્કાબાજોએ ચેક ગણરાજ્યમાં 48મી ગ્રા. પ્રી. ઉસ્તી નાદ લાબેમ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં પાંચ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા.

તેજસ્વિની સાવંતે 17મી કુમાર સુરેન્દ્રસિંહ સ્મૃતિ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં મહિલા 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ભારત અને જાપાનના સંબંધોને પ્રગાઢ બનાવવામાં તેમના યોગદાન માટે જાપાનના પ્રતિષ્ઠિત ‘ઓર્ડર ઓફ ધ રાઈઝિંગ સન એવોર્ડ’થી સન્માનિત.

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારને બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો.