Help & Support   |   Register Now   |   Login Now     

જાપાનમાં રાજકુમાર નારૂહિતોના શાસનની શરૂઆતથી ‘રીવા’ નામના નવા શાહી યુગની શરૂઆત થશે. ‘રી’ એટલે સારુ અને સુંદર તથા આદેશ, ‘વા’ એટલે શાંતિ કે સદભાવ.

સાઉદી પેટ્રોલિયમ કંપની ‘એર્માકો’ની આવક દુનિયામાં સૌથી વધુ. એપલ કરતાં બમણી આવક. સાઉદી સરકારની માલિકી હોવાથી આંકડા જાહેર કરતી ન હતી.

ભારત અને અમેરિકાએ ઇન્ડિયન નેવિ અને યુએસ સેન્ટ્રલ વચ્ચે પ્રથમ સુરક્ષિત સંચાર લિંક શરૂ કરી.

અમેરિકા ભારતને 24 મલ્ટી-પર્પઝ MH-60 રોમિયો સીહોક હેલિકોપ્ટર વેચશે. આ દુનિયાના સૌથી એડવાન્સ્ડ સમુદ્રી હેલિકોપ્ટર છે.

ઓસ્ટ્રેલિયા અને ભારતનો ત્રીજો સંયુક્ત અભ્યાસ AUSINDEX-2019 વિશાખાપટ્ટનમમાં શરૂ.

ચિલી વેલિડ યુએસ વિઝા ધરાવનાર ભારતીયોને વિઝા ફ્રી પ્રવેશની મંજૂરી આપશે.

વિનોદ દસારી રોયલ એનફિલ્ડના CEO નિયુક્ત.

કેન્દ્રએ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકવા માટે ટ્રીબ્યુનલની રચના કરી જેનું નેતૃત્વ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ ચંદર શેખર કરશે.

YONEX-SUNRISE ઇન્ડિયા ઓપન-2019 બેડમિન્ટન ટૂર્નામેન્ટ: વિક્ટર એક્સેલસેને મેન્સ સિંગલ્સનો, રત્ચાનોક ઈંતાનોને વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો.

હ્યુન્ડાઈ કંપની કારને અવાજથી નિયંત્રિત કરતી ‘બ્લૂલિંક કનેક્ટિવિટી’ ભારતમાં શરૂ કરશે.