Help & Support   |   Register Now   |   Login Now     

ઈસરો દ્વારા 28 સેટેલાઈટ લોન્ચ. ભારતનો એમિસેટ, અમેરિકાના 24, લિથુઆનિયાના 2, સ્પેન, સ્વીત્ઝરલેન્ડના 1-1. પહેલી વાર એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપશે.

ઈસરો દ્વારા PSLV-C45 દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઈટ એમિસેટ (EMISAT)નું 749 કિ.મી. દૂર સ્થિત કક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ. બોર્ડર પર રડાર અને સેન્સર પર નજર રાખશે.

ફેસબુકે ચૂંટણીઓ માટે કેંડિડેટ કનેક્ટ (ઉમેદવારોની માહિતી મેળવવામાં મદદ) અને શેર યુ વોટ (મતદાન સંબંધી માહિતી) નામનાં બે નવાં ઇન્ડિયા-સ્પેસિફિક ટૂલ્સ લોન્ચ કર્યાં.

ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. (GRSE) 100 વોરશિપ્સનું નિર્માણ અને વિતરણ કરનાર ભારતનું પ્રથમ શિપયાર્ડ બની ગયું.

4G અવેઈલેબલિટી માટે ઓપન સિગ્નલના માપ અનુસાર ભારતના 50 શહેરોમાંથી ધનબાદ અને રાંચી 95% પ્રાપ્ત કરનાર બે માત્ર શહેરો.

ફેડરલ રિપબ્લિક ઓફ નાઈઝીરીયામાં ભારતના હાઈ કમિશનર અભય ઠાકુર બેનિન ગણરાજ્ય માટે ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) વાર્ષિક 200 મિલિયન ટન (MT)ની કાર્ગો ગતિવિધિઓનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય પોર્ટ બની ગયું.