Help & Support   |   Register Now   |   Login Now     

6 એપ્રિલ: ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ. આ દિવસે 1986માં, એથેન્સમાં આધુનિક યુગના પ્રથમ ઓલિમ્પિક ગેમ્સનું ઉદઘાટન થયું હતું.

અમેરિકામાં બ્રિઘમ યંગ યુનિવર્સિટી (BYU)ના વૈજ્ઞાનિકોએ રેગ્યુલર એરોપ્લેન ટોઇલેટના કમોડ કરતાં અડધી સાઈઝના વેક્યૂમ અસિસ્ટેડ એરપ્લેન ટોઇલેટની શોધ કરી.

કોઇમ્બતુરના વિદ્યાર્થી શ્રીધર મુથુકૃષ્ણને 1,350 લાઈટ ઓર્બ્સની સાથે લાઈટ પેઈન્ટીંગ ફોટોગ્રાફી માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવ્યું.

ન્યાયાધીશ ટી. બી. એન. રાધાકૃષ્ણને કોલકાતા હાઈ કોર્ટના ચિફ જસ્ટિસ તરીકે શપથ લીધા.

એપ્રિલ મહિનાનું પ્રથમ સપ્તાહ પ્રિવેન્શન ઓફ બ્લાઈંડનેસ વીક-2019 તરીકે ઉજવાયું. આની શરૂઆત 1960માં જવાહરલાલ નહેરુ અને રાજકુમારી અમૃત કૌરે કરી હતી.

મનોચિકિત્સક અને હાવર્ડ મેડિકલ સ્કૂલમાં ગ્લોબલ હેલ્થના પ્રોફેસર વિક્રમ પટેલે પ્રતિષ્ઠિત જોન ડર્કસ કેનેડા ગર્ડનર ગ્લોબલ હેલ્ધ એવોર્ડ જીત્યો.

નેપાળ-ભારત ફ્રેન્ચાઇઝ ઇન્વેસ્ટમેન્ટ એક્સ્પો અને કોન્કલેવ કાઠમંડુમાં યોજાશે.

BSNLએ લોકોને હવાઈ ક્ષેત્રે નેટ સુવિધા પૂરી પાડવા માટે ઇન-ફ્લાઈટ એન્ડ મેરીટાઈમ કનેક્ટિવિટી (IFMC) લાયસન્સ મેળવ્યું.

લેટેસ્ટ ફીફા રેન્કિંગમાં ઇન્ડિયન મેન્સ ફૂટબોલ ટીમ 101મા ક્રમે. એશિયન દેશોમાં 18મા સ્થાને.

નેશનલ મેરીટાઇમ ડે ઉજવવાની શરૂઆત ઈ.સ. 1964થી થઇ હતી. આ વર્ષનો વિષય - હિંદ મહાસાગર-અવસરનો મહાસાગર.