Help & Support   |   Register Now   |   Login Now     

5 એપ્રિલ: નેશનલ મેરીટાઇમ ડે. ઈ.સ. 1919માં આ દિવસે ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિ.ના પ્રથમ જહાજ એસએસ લોયલ્ટીએ યુ.કે.ની યાત્રા કરી હતી.

UAEએ PM નરેન્દ્ર મોદીને બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં ભજવેલ નિર્ણાયક ભૂમિકા માટે પોતાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘‘જાયદ પદક’થી સન્માનિત કર્યા.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિદીની આત્મકથા ‘ગેમ ચેન્જર’નું વિમોચન. પુસ્તકના લેખક વજાહત એસ. ખાન.

રિલાયન્સ જિયો ડિજિટલ સર્વિસીઝ લિ. (RJDSL)એ પોતાના પ્લેટફોર્મના વિકાસ અને વિસ્તાર માટે હેપ્ટિક ઇન્ફોટેક પ્રા. લિ. સાથે સમજૂતી કરી.

ગરૂડ પ્રકાશને 1300 વર્ષોથી ભારતના 52 વિસ્મૃત યોદ્ધાઓ પર આધારિત, મનોશી સિંહા રાવલ દ્વારા લિખિત પુસ્તક ‘સેફ્રન સ્વોર્ડ્સ-સેન્ચ્યુરીઝ ઓફ ઇન્ડિક રેઝિસ્ટન્સ ટૂ ઇવેટર્સ’ લોન્ચ કરી.

દક્ષિણ કોરિયાએ દુનિયાનું પ્રથમ પૂર્ણ વિકસિત 5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કર્યું.

4 એપ્રિલ: ઇન્ટરનેશનલ માઈન્સ અવેરનેસ ડે. વિષય-યુનાઈટેડ નેશન્સ પ્રમોટ્સ SDGs-સેફ ગ્રાઉન્ડ-સેફ હોમ.

લોરી લાઈટફુટ શિકાગોની પ્રથમ અશ્વેત મહિલા મેયર બની. તે શિકાગોની પ્રથમ સમલૈંગિક મેયર પણ હશે.

રાજન આનંદને ગુગલ ઇન્ડિયાના પ્રમુખ પદેથી રાજીનામું આપતાં વિકાસ અગ્નિહોત્રી હંગામી ધોરણે આ પદ સંભાળશે.

ઇન્ડિયન આર્મીએ 40 દિવસના રેકોર્ડ સમયમાં લેહ-લદ્દાખ ક્ષેત્રમાં સિંધુ નદી પર સૌથી લાંબો સસ્પેન્શન ‘મૈત્રી બ્રિજ’ બનાવ્યો. સિંધુ પરનો સૌથી લાંબો ઝૂલતો પુલ.