Help & Support   |   Register Now   |   Login Now     

વાયુસેનાનું પ્રથમ દ્વિવાર્ષિક AFC (એર ફોર્સ કમાન્ડર્સ) સંમેલન એર હેડક્વાર્ટરમાં યોજાયું. સંમેલનનો વિષય ટૂંકા અને લાંબા સમયગાળામાં યુદ્ધ ક્ષમતાને વધુ સારી બનાવવી.

UN પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર 2010-2019માં ભારતની વસ્તી 1.2%ની સરેરાશથી વધી.

વરુણ ધવન ઈમામી નવરત્ન કૂલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ વર્ષના બેસ્ટ PSU તરીકેનો ‘AIMA મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ-2019’ જીત્યો.

ભારતે લઘુ વિકાસ પરિયોજનાઓ હેઠળ નેપાળના સિરહા જિલ્લામાં મેટરનિટી હોસ્પિટલ શરૂ કરી.

એમિરેટ્સ ઇસ્લામિકે વ્હોટસ્ એપના માધ્યમથી ગ્રાહકો માટે ચેટ બેન્કિંગ સુવિધા શરૂ કરી, જે ઇસ્લામિક બેન્કિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત છે.

લંડન એક સ્પેશિયલ અલ્ટ્રા લો એમિશન ઝોન લાગુ કરનાર વિશ્વનું પ્રથમ શહેર બની ગયું.

ગૂગલની મૂળ કંપની અલ્ફાબેટની માલિકીવાળી ડિલીવરી કંપની વિંગે કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં પોતાની પ્રથમ સાર્વજનિક ડ્રોન ડિલીવરી સેવા શરૂ કરી.

એડીનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ભૌતિક પદાર્થના એક નવા પ્રકારની શોધ કરી જેમાં પરમાણુ એક સાથે ઘન અને પ્રવાહી સ્વરૂપે હોઈ શકે છે.

કોઈ સલાહની જરૂર હોય, પ્રશ્ન કે સજેશન હોય તો [email protected] પર મેઈલ કરી શકો છો. અથવા સંપર્ક કરી શકો છો: 7600051070 (10 am to 10 pm).