Help & Support   |   Register Now   |   Login Now     

IIT, મદ્રાસે નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)-2019માં ‘બેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુશન’ તરીકે સ્થાન મેળવ્યું.

કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે. એમ. મણિનું નિધન. તેઓ રાજ્યના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 17મી બેઠક જોર્ડનના મૃત સાગરમાં યોજાઈ.

ટાટા સ્પંજ આયરન લિ. (TSIL)એ ઉષા માર્ટિન લિ.ના સ્ટીલ ઉદ્યોગનું અધિગ્રહણ કર્યુ.

આર. એ. શંકર નારાયણન કેનરા બેંકના CEO અને MD નિયુક્ત.

દેના બેંકના CEO અને MD કર્ણમ શેખર ઇન્ડિયન ઓવરસીઝ બેંકના CEO અને MD નિયુક્ત.

10 એપ્રિલ: વર્લ્ડ હોમિયોપેથી ડે. હોમિયોપેથીના સંસ્થાપક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનની જયંતી નિમિત્તે ઉજવાય છે.

SUN ગૃપના ચેરમેન વિક્રમજીત સિંહ સાહની ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (ICC)-ઇન્ડિયાના અધ્યક્ષ નિયુક્ત.

સાહિબાબાદ રેલટેલ દ્વારા મફત હાઈ-સ્પીડ વાઈફાઈ સુવિધા મેળવનાર દેશનું 1500મું રેલવે સ્ટેશન બન્યું.

ડ્રીમ 11 એક બિલિયન ડોલર્સથી વધુનું મુલ્યાંકન મેળવીને યુનિકોર્ન ક્લબમાં પ્રવેશી. ડ્રીમ 11 આ ક્લબમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ગેમિંગ કંપની બની.