Help & Support   |   Register Now   |   Login Now     

9 એપ્રિલ: CRPFએ 54મો વીર દિવસ ઉજવ્યો. ઈ.સ. 1965માં CRPFની એક બટાલિયને કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર પાકિસ્તાની બ્રિગેડના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ગ્રાહમ રીડ ભારતીય પુરુષ હોકી રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ નિયુક્ત.

બોલીવુડ અભિનેતા નવતેજ હુંદલનું નિધન. તેમની તાજેતરની ફિલ્મ ‘ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક’ હતી.

શિવ દાસ મીણા નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રકશન કોર્પોરેશન (NBCC)ના CMD નિયુક્ત.

ગુવાહાટી સ્વચ્છ અને હરિત વાતાવરણમાં યાત્રી સુવિધાઓ પ્રદાન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા ISO પ્રમાણ મેળવનાર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં જોઈન્ટ સેક્રેટરી ઉષા પધીને પવન હંસ હેલિકોપ્ટર્સ લિ.નાં CMD તરીકેનો વધારાનો કાર્યભાર. કંપનીનાં પ્રથમ મહિલા CMD.

અમેરિકા ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRG)ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરશે.

બોલિવિયા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)માં સામેલ. ISA ભારત અને ફ્રાન્સની એક પહેલ છે, જે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ સામે લડે છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાની કોશિકાઓની દિવાલ કાપનાર નવા એન્ઝાઈમ ‘મ્યૂરીન એન્ડોપેપ્ટિડેઝ’ની શોધ કરી.

ચીની બેડમિન્ટન પ્લેયર લિન ડેને મલેશિયા ઓપનનો ખિતાબ જીત્યો.