Help & Support   |   Register Now   |   Login Now     

મર્સીડીઝના રેસર લુઇસ હેમિલ્ટને ચાઇનીઝ ગ્રાપ્રી F-1 રેસ જીતીને ફોર્મુલા વનની 100૦મી રેસ જીતી.

વિશ્વનાથન આનંદે શમકીર શતરંજ-2019 ટૂર્નામેન્ટ શકીર, અઝરબૈજાનમાં 5મું સ્થાન મેળવ્યું.

પ્રસાર ભારતીના અધ્યક્ષ એ. સૂર્યપ્રકાશે નવી દિલ્હીમાં ‘સિલેક્ટેડ સ્પિચીસ ઓફ ડૉ. ભીમરાવ આંબેડકર ઇન ધ કોન્સ્ટીટ્યુઅંટ એસેમ્બલી’ નામની પુસ્તિકા લોન્ચ કરી.

જાપાનના કેંટો મોમાટાએ સિંગાપુર ઓપન ફાઈનલનું ટાઈટલ જીત્યું.

વૈજ્ઞાનિકોએ ફિલીપીન્સમાં ‘હોમો લુઝોનેંસિસ’ નામની માનવની એક નવી પૂર્વજ પ્રજાતિની શોધ કરી.

ડિજિટલ સુકૂનના સંસ્થાપક સુધાંશુ કુમાર ડૉ. બાબાસાહેબ આંબેડકર નોબલ પુરસ્કારથી સન્માનિત. ડિજિટલ સુકૂને બેસ્ટ ડિજિટલ એજન્સી-2019નો એવોર્ડ મેળવ્યો.

ઈન્ઝમામ-ઉલ-હક અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિકેટકીપર માર્ક બાઉચર મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના માનદ આજીવન સભ્ય બન્યા.

અબ્દેલકાદર બેનસલાહ અલ્જીરિયાના ઇન્ટરિમ પ્રેસિડેન્ટ નિયુક્ત.

મતદાતાઓમાં જાગૃતિ અને ચૂંટણીની પ્રક્રિયાઓ વિષે શિક્ષણ આપવા માટેનો આ પ્રકારનો ભારતનો પ્રથમ વોટર પાર્ક ગુરુગ્રામમાં શરૂ.

પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા શંકુરથ્રી ચંદ્રશેખરની આત્મકથા ‘આશાકિરણમ’નું વિમોચન.