Help & Support   |   Register Now   |   Login Now     

Tata Group એ ભારતીય સેનાને સ્વદેશી રીતે વિકસિત ક્વિક રિએકશન ફાઈટિંગ વ્હીકલ ડિલિવર કર્યા. કંપનીના આ QRFV (ક્વિક રિએકશન ફાઈટિંગ વ્હીકલ)ની મદદથી ભવિષ્યમાં સંઘર્ષ અને યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતીય સેનાની ઓપરેશન ક્ષમતાઓને વધારી શકાશે. ભારતીય સેનાએ આ અગાઉ અલ્ટ્રા લોન્ગ રેન્જ ઓબ્ઝર્વેશન સિસ્ટમને સૈન્યમાં દાખલ કરી હતી.

HCL ટેકનોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા 84,330 કરોડ રૂપિયાની સંપતિ સાથે ભારતની સૌથી અમીર મહિલા બની. આ રિપોર્ટ કોટક પ્રાઇવેટ બેંકિંગ હુરુન-લીડિંગ વેલ્થ વુમન લિસ્ટ’ અનુસાર અપાયો છે.

27 જુલાઈ: CRPF (Central Reserue Police Force)નો 83મો સ્થાપના દિવસ (સ્થાપના - 1939).

ઇન્ડિયન લાઈન ઓફ ક્રેડિટ હેઠળ નિર્મિત 8મા IT/હાઇટેક પાર્કની સિંગરા, નટોરા ખાતે આધારશિલા મૂકવામાં આવી. આ બાંગ્લાદેશને અપાયેલ ઇન્ડિયન લાઈન ઓફ ક્રેડિટ (LOC) હેઠળની 12 IT/હાઇટેક પાર્કમાંનો 8મો પાર્ક છે.

NASAના OSIRIS-REXના વૈજ્ઞાનિકોના અહેવાલ અનુસાર સૂર્યની ગરમીના કારણે 10,000થી 1,00,000 વર્ષોમાં બેન્નુ જેવા ક્ષુદ્રગ્રહોની સપાટી તૂટી તેનું સુક્ષ્મ કણોમાં વિભાજન થશે.

આશિષ કુમાર ચૌહાણ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના MD અને CEO નિયુક્ત થયા.

27 જુલાઈ: ડો. એ. પી. જે અબ્દુલ કલામની 7મી પુણ્યતિથિ. તેમને ભારતના મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતના પ્રથમ સ્વદેશી સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SLV-III)ના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું, જેણે જુલાઈ 1980માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની કક્ષામા સફળતાપૂર્વક સ્થાપિત કર્યું.

ખાતર વ્યવસ્થાપન માટે NDDBની પેટાકંપનીની સ્થાપના કરાઈ. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ સમગ્ર દેશમાં ખાતર વ્યવસ્થાપન પહેલ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NDDBMRIDA લિમિટેડની શરૂઆત કરી. આ સંસ્થા સ્લરી (છાણા)ના વેચાણથી ખેડૂતો માટે વધારાની આવકના માર્ગો ખોલશે તથા બાયોગેસ સાથે રાંધણના ઇંધણના ઉત્પાદનથી ખેડૂતોને બચતમાં મદદ કરશે. ભારતના વર્તમાન LPG વપરાશના 50% સમકક્ષ બાયોગેસ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતની NPK જરૂરિયાતના 44% જેટલી બાયોસ્લરી પણ ઉત્ત્પન્ન કરે છે.

‘સ્માર્ટ-ઈ-બીટ’ સિસ્ટમ - હરિયાણા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરુગ્રામ ખાતે પોલીસની હાજરીનું નિરીક્ષણ કરતી આ સિસ્ટમનું લોન્ચિંગ કર્યું. આ સિસ્ટમ SPI (સ્માર્ટ પોલીસીંગ ઈનિશિએટીવ) હેઠળ દાખલ કરવામાં આવી છે. અગાઉ બીટ પર તૈનાત પોલીસકર્મીઓ તેમની હાજરી પોતે જ ચિહિનત કરતા હતા જયારે આ સિસ્ટમથી હવે તેમનું જે-તે સમયનું સ્થાન (Live Location) જાણી શકાશે અને તેમની કામગીરી પર નજર રાખી શકાશે. આ સિસ્ટમ ગુરુગ્રામનાં તમામ 33 પોલીસ સ્ટેશનને આવરી લેશે તથા 119 જેટલા મોટરસાઈકલ સવારોને તૈનાત કરશે.

‘દિલીપ કુમાર: ઈન ધ શૈડો ઓફ એ લિજેન્ડ’ પુસ્તકનું વિમોચન. લેખક ફૈસલ ફારૂકી લિખિત આ પુસ્તક અભિનેતા દિલીપ કુમારના જીવન પર આધારિત છે જેમને યૂસુફ ખાનના નામથી પણ ઓળખવમ આવે છે. આ પુસ્તકમાં અભિનેતાની એવી અંગત બાબતો કે જે હાલ સુધીમાં પ્રકાશનમાં ન આવી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફારૂકી Mouthshut.comના સંસ્થાપક CEO છે.