Help & Support   |   Register Now   |   Login Now     

ભારતના ઈંદરમિટ ગિલ વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા. વિશ્વ બેંકે ભારતીય નાગરિક ઈંદરમિટ ગિલને તેના મુખ્ય અર્થશાસ્ત્રી અને વિકાસ અર્થશાસ્ત્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા. ગિલ અમેરિકન અર્થશાસ્ત્રી કારમેન રેનહાર્ટનું સ્થાન લેશે અને તેમની નિયુક્તિ 1 સપ્ટેમ્બર, 2022થી થશે. હાલમાં તેઓ સમાન વિકાસ નાણા અને સંસ્થાઓના ઉપાધ્યક્ષ છે અને તેમણે મૈક્રોઈકોનોમિક્સ વ્યાજ વગેરે વિષયો પર કાર્યો કરેલાં છે.

ભારતીય મહિલા ટીમની પૂર્વ વિકેટ કીપર કરુણા જૈને ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો. તેણીએ 2004માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ODIમાં ડેબ્યૂ કર્યું હતું.

હયૂસ્ટન વિશ્વવિદ્યાલયમાં ભારતીય મૂળના પ્રોફેસર કૌશિક રાજશેખરને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત વૈશ્વિક ઊર્જા પુરસ્કાર અપાયો.

HDFC બેંક તેની મૂળ કંપની HDFC (હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ)માં વિલય થયા બાદ વિશ્વની ટોચની 10 બેંકોમાં સમાવિષ્ટ થશે.

SBIએ ખાતાની રકમ, મીની સ્ટેટમેન્ટ મેળવવા માટે વ્હોટસએપ બેન્કિગ સેવા શરૂ કરી.

વોડાફોન આઈડિયાએ અક્ષય મુંદ્રાને CEO નિયુક્ત કર્યા.

ઓસ્કાર નામાંકિત નિર્દેશક બોબ રાફેલસનનું નિધન થયું.

વસીફા નાજરીન K2 ચડનાર પ્રથમ બાંગ્લાદેશી બની. પર્વતારોહી વસીફા નાજરીને પાકિસ્તાનની બીજી સૌથી ઊંચી પર્વત ચોટી K2 પર ચડવાનો વિક્રમ બનાવ્યો. તેણે 8611 મીટર (28,251 ફૂટ) ઊંચી K2 પર ચડીને આ રેકોર્ડ બનાવ્યો. વસીફાએ 2012માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો અને આવું કરનાર તે બાંગ્લાદેશની બીજી મહિલા બની હતી.

યુરોપમાં મંકીપોક્સ વેક્સિન IMVANEX સ્વીકૃત થઇ. યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ વયસ્કોને મંકીપોક્સથી બચાવવા માટે ઈમ્વાનેક્સ નામની વેક્સિન બનાવી તેને સ્વીકૃત કરી. ઈમવેનેક્સ વેક્સિનિયા વાયરસનું એક નબળું સ્વરૂપ છે, જેને ‘મોડિફાઇડ વેક્સિનિયા વાયરસ અંકાર’ કહેવાય છે. જે શીતળાના વાયરસથી સંબંધિત છે. મંકીપોક્સ સામે આ રસી 85% અસરકારક સાબિત થઈ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે DPDનાં ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકૈયા નાયડુ, રામનાથ કોવિંદની હાજરીમાં આ પુસ્તક વિમોચન કર્યું.ત્રણ પુસ્તકો: 1. મૂડ, મોમેન્ટ્સ અને મોમોરિઝ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ (1950-2017)ની હિસ્ટ્રી, 2. પ્રથમ નાગરિક રામનાથ કોવિંદનું ચિત્રાત્મક વર્ણન, 3. ભૂમિતિનું અર્થઘટન - રાષ્ટ્રપતિ ભવનનું માળખું.