Help & Support   |   Register Now   |   Login Now     

ONGCએ GAIC, AGCL સાથે ગેસના વેચાણ માટે સમજૂતી કરી.

શૈક્ષણિક ડિગ્રીઓની પરસ્પર માન્યતા માટે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી થઈ.

સ્માર્ટ સિટી ઉપયોગ કરવામાં તમિલનાડુ ટોચ પર. 4333 કરોડમાંથી 3932 કરોડનો વપરાશ કર્યો આ યાદીમાં ઉત્તરપ્રદેશ બીજા સ્થાને.

પ્રધાનમંત્રી આવાસ યોજનાને માર્ચ-2024 સુધી વિસ્તારવા કેન્દ્રનો વિચાર.

23 જુલાઈ: National Broadcasting Day (રાષ્ટ્રીય પ્રસારણ દિવસ). 23 જુલાઈ, 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી દેશમાં પ્રથમ વાર રેડિયો પ્રસારણ પ્રસારિત કરાયું હતું. 8 જૂન, 1936ના ભારતીય રાજ્ય પ્રસારણ સેવા ઓલ ઇન્ડિયા રેડિયો બની. ભારતમાં 1923માં બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેડિયો પ્રસારણ સેવા શરૂ કરી હતી.

દ્રૌપદી મૂર્મુ - ભારતનાં 15માં અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મૂર્મુ ભારતનાં 15માં અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યાં. રાષ્ટ્રપતિ માટેની આ ચૂંટણીમાં દ્રૌપદી મૂર્મુને 6,76,803 મત (64.03%) જયારે યશવંત સિન્હાને 3,80,177 મત મળ્યા. આ ચૂંટણીમાં 17 સાંસદો અને 16 રાજ્યોના 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. ઓડીશાના મયુરભંજ જીલ્લાના રાયરંગપુરમાં જન્મેલાં મૂર્મુ સૌથી નાની વયનાં રાષ્ટ્રપતિ (64 વર્ષ એક મહિનો,બે દિવસ) બન્યાં. મૂર્મુ રાષ્ટ્રપતિ બનતાં 6 વિક્રમ સર્જાયા: પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ, 64 વર્ષીય સૌથી યુવા રાષ્ટ્રપતિ, આઝાદી બાદ જન્મનાર પ્રથમ રાષ્ટ્રપતિ, ઓડીશાથી પ્રથમ રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ નગર સેવક, ભાજપના બીજા રાષ્ટ્રપતિ.

સ્વનિર્ભર નારી યોજના - અસમ. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ અસમના ગુવાહાટી ખાતેથી આ યોજનાનો આરંભ કર્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યના સ્વદેશી વણાટકામ સાથે જોડાયેલાઓને સશક્ત કરી તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેન્ડલુમ અને ટેક્સટાઈલ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. યોજનામાં સ્વનિર્ભર નારી વેબ પોર્ટલ પરથી સરકાર વણકરો પાસેથી સીધી જ વસ્તુઓ ખરીદશે.

છ વખત વડાપ્રધાન પદ સંભાળનાર રાનિલ વિક્રમસિંઘે દેશના નવા રાષ્ટ્રપતિ પદના શપથ બાદ દિનેશ ગુણવર્ધનની વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરાઈ. આ નિયુક્તિ બાદ શ્રીલંકામાં નવી કેબિનેટની રચના અને શપથ વિધિનું આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ગુનાઓ પર આસિયાન - ભારતના વરિષ્ઠ અધિકારીઓની 9મી બેઠકનું આયોજન કરાયું. સમગ્ર બેઠકની સહઅધ્યક્ષતા ભારત તરફથી સંયુકત સચિવ (આતંકવાદ વિરોધી), વિદેશ મંત્રાલય, મહાવીર સિંઘવીએ કરી. આંતરરાષ્ટ્રીય ગુનાઓ પરનું આગામી સંમેલન 2023માં ઇન્ડોનેશિયામાં આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં વ્યાપક અને સતત આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો છે. બને દેશોએ આતંકવાદ, ગેરકાયદેસર ડ્રગની હેરાફેરી, વ્યક્તિઓની હેરાફેરી, આંતરરાષ્ટ્રીય આર્થિક અપરાધ, સાયબર ક્રાઇમના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચાઓ કરી.

નીતિ આયોગે ‘Digital Banks : A propoosal forlicensing & regulatory regime for india’ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં દેશ માટે ડિજિટલ બેંક લાઈસન્સિંગ અને નિયમનકારી શાસન માટેનો રોડમેપ તૈયાર કર્યો. UPI (યુનાફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) હેઠળ ભારતમાં રૂ.4 ટ્રિલિયનના વ્યવહારોનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પ્રતિબંધિત ડિજિટલ બિઝનેસ બેન્ક લાઇસન્સ અને પ્રતિબંધિત ડિજિટલ કન્ઝ્યુમર બેન્ક લાઇસન્સ રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.