Help & Support   |   Register Now   |   Login Now     

25 જુલાઈ: World Drowing Prevention Day (વિશ્વ ડુબવાથી બચવાનો દિવસ). UNએ આ દિવસ વિશ્વની ડુબવાની બાબતોએ વકીલાત કરવાના હેતુથી ઉજવવાની માન્યતા આપી. એપ્રિલ 2021માં UN મહાસભાએ એક પ્રસ્તાવ દ્વારા તેને માન્યતા આપી. સંયુકત રાષ્ટ્ર અનુસાર પ્રતિવર્ષ લગભગ 2,36,000 લોકોનાં ડૂબવાથી મૃત્યુ થાય છે.

પ્રથમ ખેલો ઇન્ડિયા ફેંસિંગ વિમેન્સ લીગ તાલકટોર ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હીમાં શરૂ.

મૈક્સ વસ્ટેર્પને ફ્રેન્ચ ગ્રાંડ પિક્સ જીત્યો.

IIT કાનપુરે સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર હેઠળ NIRMAN એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો. જે અંતર્ગત નવીનતમ સ્ટાર્ટઅપ શરૂ કરવા અંગે પ્રશિક્ષણ તથા સારા પ્રદર્શન કરનાર સ્ટાર્ટ અપને રૂ. 1 મિલિયનનો પુરસ્કાર અપાશે.

નેસકોમ અને ગૂગલે ‘ડિજીવાણી’ કોલ સેન્ટર શરૂ કર્યું જે હેઠળ ગ્રામીણ મહિલાઓને ઉદ્યમીતા અંગેનું પ્રશિક્ષણ અપાશે.

કુવૈતના પૂર્વ સરકારે રાજીનામું આપ્યા બાદ 3 મહિના પછી અહમદ નવાફ અલ-અહમદ અલ-સબા નવા વડાપ્રધાન નિયુક્ત થયા. કુવૈતના સેન્ટર ફોર ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન મુજબ, બંધારણની આવશ્યકતા મુજબ વડાપ્રધાન નિયુક્ત થયા પછી કાર્યભાર સંભાળતા પહેલાં તેમના નામાંકનની નેશનલ એસેમ્બલીને જાણ કરવામાં આવી. અગાઉના વડાપ્રધાન - સબાહ અલ-ખાલેદઅલ-હમદ અલ-સબાહ. નવા વડાપ્રધાનનો જન્મ 1956માં થયો હતો અને તેમણે નવેમ્બર 2020થી 2022 વચ્ચે કુવૈત નેશનલ ગાર્ડ ડેપ્યુટી કમાન્ડર તરીકે સેવા આપી હતી.

2022 વિશ્વ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવ્યો. નીરજે USમાં આયોજિત વિશ્વ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં પુરુષ ભાલા ફેંકમાં આ મેડલ મેળવ્યો. ચોપડાએ 88.13 મીટરમાં પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કરી બીજું સ્થાન મેળવ્યું. ગ્રેનેડિયન એન્ડરસન પીટર્સે 90.54 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો. આ જીતથી નિરજ ચોપડા વિશ્વ એથ્લેટિકસમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો.

અસમ સરકારે બીજા વન્યજીવ અભ્યારણ્યની મંજૂરી આપી. અસમની બરાક ઘાટીને આ પ્રકારની મંજૂરી આપવામાં આવી જેમાં રાજ્યપાલ જગદીશ મુખીએ બરાક ભુબન વન્યજીવ અભ્યારણ્યના નિર્માણ પ્રસ્તાવને મંજૂર કર્યો. આ બરાક ઘાટીમાં જ અન્ય બોરેલ વન્યજીવ અભયારણ્ય પણ આવેલું છે. બરાક ભુવન વન્યજીવ અભયારણ્ય બરાક નદી અને સોનાઈ નદી વચ્ચે 320 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલું હશે. આ વિસ્તારમાં પ્રાઈમેટ્સની આઠ પ્રજાતિઓ નોધાઈ જેમાં સ્લોલોરીસ, રિસસ મક્કા, પિગ-ટેલ્ડ મકાક, ટેલ્ડ મકાક, આસામી મકાક, કેટડ લંગુર, ફેરેઝ લીફ મંકી અને હૂલોક ગિબનનો સમાવેશ થાય છે.

WHOએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. આ નિર્ણય WHOની મંકીપોક્સ અંગેની બીજી બેઠકમાં નિર્ણય લેવાયો. WHOના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ આધાનમ ધેબ્રેયસસે આપેલ માહિતી મુજબ વિશ્વના 75 દેશોમાંથી 16,000થી વધુ કેસો નોંધાતાં આ નિર્ણય લેવાયો. WHOએ તાજેતરમાં જ કોરોના વાયરસ બાદ મંકીપોક્સને બીજી આરોગ્ય કટોકટી જાહેર કરી છે.

આંદામાન સમુદ્રમાં ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે મેરીટાઇમ પાર્ટનરશીપ એકસરસાઈઝ થઇ. INS સુકન્યા, એક ઓફશોર પેટ્રોલિંગ જહાજ અને JS સમીદારે, ઓફશોર પેટ્રોલિંગ જહાજ જેવાં યુદ્ધ જહાજોનો ઉપયોગ આ અભ્યાસમાં કરાયો. અભ્યાસનો ઉદ્દેશ્ય ઇન્ટર ઓપરેટિબિલિટીને વધારવાનો અને સીમૈનશિપ તથા સંચાર પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે.