Help & Support   |   Register Now   |   Login Now     

જમ્મુ ફિલ્મ મહોત્સવની બીજી આવૃત્તિ 3 સપ્ટેમ્બરથી આયોજિત થશે.

IAPH (ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોર્ટ્સ એન્ડ હાર્બર્સ)એ એનારાસુ કરુનેસનને ભારતના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા.

IIT દિલ્હી ખાતે વસ્તી ગણતરી સ્ટેશનનું ઉધ્દ્વાટન કરાયું.

24 જુલાઈ: National Thermal Engineer Day (રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ). The Advanced Thermal, inc (ATS)એ સૌ પ્રથમ 24 જુલાઈ 2014માં આ દિવસનો સ્વીકાર કર્યો અને તેનો હેતુ થર્મલ ઉદ્યોગોની નવીનતા તેમજ તેના પ્રત્યેના સમર્પણને ઉજાગર કરવાનો રહ્યો. ATSના મત મુજબ થર્મલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થતા પ્રયાસો સામાન્ય રીતે સોફ્ટવેર અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોને કારણે પ્રચલિત થતા નથી. પરંતુ, થર્મલ સેકટરે ઇલેક્ટ્રોનિક તેમજ સોફ્ટવેર ક્ષેત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

કલાયમેટ રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ આપવા બદલ અમદાવાદનો મેગાસિટી સભ્ય તરીકે C-40 શહેરમાં સમાવેશ કરાયો. દક્ષિણ અને પશ્ચિમ એશિયામાંથી C-40 શહેરોમાં જોડાનાર અમદાવાદ 10મું શહેર અને ભારતનું 6ઠ્ઠું શહેર બન્યું. રાજ્ય સરકાર સાથેના સહયોગથી AMCએ કલાયમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટ એક્શન પ્લાનની શરૂઆત કરી શહેરના પર્યાવરણ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધીને અમલ કરાયો છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના - ગુજરાત. રાજ્યનાં યાત્રાધામોનો રાહત દરે પ્રવાસ કરાવતી સરકારની આ યોજનામાં તાજેતરમાં ફેરફાર કરાયા. એસ.ટી. સુપર બસ - નોન.એ.સી, એ.સ.ટી. મીની બસ - નોન એસી અથવા ખાનગી બસ જેનું ભાડું ઓછું હોય તેના 50% રકમ ચૂકવાતી હતી તે હવે 75% સુધી ચૂકવવામાં આવશે. આ યોજનામાં અગાઉ પ્રવાસની મર્યાદા બે રાત્રિ અને ત્રણ દિવસ એટલે કે 60 કલાક હતી જે હવે ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ એટલે 72 કલાક કરવામાં આવી. યોજનામાં અગાઉ 75 વર્ષની વ્યક્તિ એકલી પ્રવાસ કરતી હોય તો તેણી સાથે એટેન્ડન્ટ તરીકે 60થી ઓછી વયની વ્યક્તિ રાખી શકતી જેમાં હવે 18 થી વધુ વયની વ્યક્તિ રાખી શકશે. અગાઉ ઓછામાં ઓછા 30 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય હતી જે હવે 27 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય રહેશે.

વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ યાત્રી ડ્રોન ‘વરૂણ’નું અનાવરણ કર્યું. વરૂણને વિશેષ રીતે ભારતીય નૌસેના માટે સ્ટાર્ટઅપ કંપની ‘સાગર ડિફેન્સ એન્જીનિયરીંગ’ દ્વારા વિકસિત કરાયું છે. 130 kg વજન માનવ પે લોડ સાથે 25 kmની સફર 25-30 મિનિટમાં પૂરી કરે છે. સાગર ડિફેન્સના CEO - નિકુંજ પારાશર.

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાની જાહેરાત. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવી દિલ્હી ખાતે 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2020ના વિજેતાઓ જાહેર કર્યા. સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ - સોરારઈ પોટ્રુ, સર્વશ્રેષ્ઠ અભિનેતા - સૂર્યાને (સોરારઈ પોટ્રુ માટે) અને અજય દેવગનને (તાન્હાજી માટે), સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - અપર્ણા બાલમુરલી (સોરારઈ પોટ્રુ માટે), મધ્યપ્રદેશ - ‘મોસ્ટ ફિલ્મ ફ્રેંડલી સ્ટેટ’નો પુરસ્કાર, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રથમ વાર 1954માં અપાયો હતો.

બુરહાનપુર: દેશનો પ્રથમ ‘હર ઘર જલ’ પ્રમાણિત જિલ્લો. બુરહાનપુર મધ્યપ્રદેશનો જિલ્લો છે જેમાં 254 ગામોમાં લોકોને નળના માધ્યમથી સુરક્ષિત પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે. 15 ઓગસ્ટ, 2019ના રોજ જળ જીવન મિશનના શુભારંભ સમયે બુરહાનપુરમાં માત્ર 36.54% ઘરોમાં નળથી જળ પહોંચતું હતું.

કર્ણાટક કેબિનેટે ’કર્ણાટક રોજગાર નીતિ 2022-25’ને મંજૂરી આપી.