Help & Support   |   Register Now   |   Login Now     

એપમાં કરન્ટ અફેર્સ સેક્શનમાં - લેટેસ્ટ અને મંથલી હાલ પૂરતો બંધ કરવામાં આવેલ છે. એની જગ્યાએ નવું ફોર્મેટ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

ફ્રાન્સ સરકારે ભારત અને ફ્રાન્સ વચ્ચેના પ્રકાશન સહયોગમાં યોગદાન બદલ કાલાચુવાડુના પ્રકાશક કન્નન સુંદરમને શેવેલિયર એવોર્ડ આપ્યો.

કિદાંબી શ્રીકાંતે CWG 2022માં પુરુષ બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરતાં રેપો રેટ 5.4% થયો. RBIએ CRR 4.50% યથાવત રાખ્યો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુ. યુ. લલિતના નામની ભલામણ કરી.

CWG 2022માં 61 મેડલો સાથે ભારત ચોથા ક્રમે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર, અને 23 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતે સૌથી વધુ 12 મેડલ કુશ્તીમાં મેળવ્યા. ઓસ્ટ્રેલિયા 178 મેડલ સાથે પ્રથમ ક્રમે.

CWGમાં પુરુષ ડબલ બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગને ગોલ્ડ. CWGમાં ભારતીય પુરુષ ડબલમાં બેડમિન્ટનમાં મેળવેલ આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.

=CWG 2022માં સાગર અહલાવતે મુકકેલાજીમાં 92 Kg કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો.

આઝાદીનાં 75 વર્ષના ભાગ રૂપે ગૂગલે 'ઇન્ડિયા કી ઉડાન' નામનો ઓનલાઈન પ્રોજેકટ લોન્ચ કર્યો. આમાં ભારતની 75 વર્ષની યાત્રા અંગેના યોગદાનને પ્રદર્શિત કરતી માહિતી અપાશે.

તિબ્બતિ આધ્યાત્મિક નેતા દલાઈ લામાને લદ્દાખના સર્વોચ્ચ નાગરિક સન્માન 'dpat rngam Duston'થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમને માનવતા ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ અપાયું. આ પુરસ્કાર લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદ (LAHDC) લેહ દ્ધારા અપાયો.