Help & Support   |   Register Now   |   Login Now     

29 જુલાઈ: International Tigar Day (આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ). વિશ્વભરમાં વાઘોને સાથે થઈ રહેલી સમસ્યાઓ માટે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવાય છે. વર્ષ 2010માં સેંટ પીટસબર્ગ ટાઈગર સમિટ દ્વારા આ દિવસને માન્યતા આપવામાં આવી. વિશ્વ વન્ય જીવના અહેવાલ અનુસાર વિશ્વભરમાં માત્ર 3900 જંગલી વાઘ જીવીત છે. 1973માં વાઘને બચાવવા માટે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો.

પંજાબી ગાયક બલવિંદર સફરી (ગીતો - ઓ ચાન મેરેમખના, પાઓ ભાંગડા, ગલસુન કુડિયે, નચદીનું)નું નિધન થયું.

પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવામાં તેમણે આપેલા યોગદાન બદલ US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર્મ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

કેન્દ્ર સરકારના નોર્થ-ઇસ્ટ સ્પેસ એપ્લીકેશન સેન્ટર સાથે પ્રાકૃતિક આપત્તિઓની પૂર્વ ચેતવણી મેળવતી પ્રણાલીમાં જોડાનાર અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય બાદ ત્રિપુરા ચોથું રાજ્ય બન્યું.

અમેરિકાની ફર્મ પૈનાટોની ભારતના લોજિસ્ટિક પાર્કોમાં $ 200 મિલિયનનું રોકાણ કરશે.

28 જુલાઈ: World Nature Conservnation Day (પ્રાકૃતિક સંરક્ષણ દિવસ). પ્રાકૃતિક સંસાધનના મહત્વને અને તેના રક્ષણ માટે જાગૃતિ લાવવા આ દિવસ મનાવાય છે. પૃથ્વી વર્તમાન સમયમાં જલવાયુ પરિવર્તન, વન્ય જીવોના આવાસ નુકસાની જેવી બાબતોથી લડી રહી છે. વર્ષ 2022ની થીમ - ‘લિવિંગ સસ્ટેનેબલી ઈન હાર્મની વિથ નેચર’.

કેનરા ai1 મોબાઈલ એપ: કેનરા બેંકે કેનરા ai1 નામની મોબાઈલ બેન્કિંગ સુપર સેવા લોન્ચ કરી. બેન્કિંગ એપ તેના ગ્રાહકોને બેન્કિંગની જરૂરિયાતો પૂરી કરવા માટે 250થી વધુ સુવિધાઓ સાથે વન-સ્ટેપ સુવિધા પૂરી પાડશે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ બેન્કિંગ સેવાઓનો લાભ લેવા માટે અલગ અલગ મોબાઈલ એપનો ઉપયોગ સમાપ્ત કરવાનો છે. કેનરા બેંકના MD અને CEO - લિંગમ વેંકટ પ્રભાકર. કેનરા બેંકનું મુખ્યાલય - બેંગલુરુ.

ભારતનું પ્રથમ બ્રેન હેલ્થ ક્લિનિક - બેંગલુરુ. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે. સુધાકરે આ ક્લિનિકનું ઉધ્દ્વાટન કર્યું. આ ક્લિનિકમાં સામાન્ય ન્યુરોલોજિકલ વિકાર ધરાવતા દર્દીઓના નિદાન, ઉપચાર અને તેને લગતી કાર્યવાહી માટે કામ કરવામાં આવશે. આ હોસ્પિટલ જયનગર જનરલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. ‘બધા માટે મગજનું સ્વાસ્થ્ય’ થીમ ઉપર આધારિત Ka-BHI (Karnataka બ્રિન Health Initiative) નામનો ડોકટરોને મગજના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશિક્ષિત કરવા અંગે પ્રશિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કરાયો.

RBIએ દાવો ન કરાયેલી થાપણો અંગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. રિઝર્વ બેંકે એવાં આઠ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી જ્યાં સૌથી વધુ દાવા વગરની થાપણો છે. સેન્ટ્રલ બેંકના વાર્ષિક અહેવાલ અનુસાર બેંકોમાં દાવા વગરની થાપણો અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 39,264 કરોડ હતી જે FY22માં વધીને 48,262 કરોડ રૂ. થઈ. RBIના અહેવાલ અનુસાર મોટા ભાગનું ભંડોળ તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા/આંધ્રપ્રદેશની બેંકોમાં પડેલું છે. RBIના નિયમ અનુસાર બચત/ચાલુ ખાતામાં બેલેન્સ કે જે 10 વર્ષ સુધી સંચાલિત ન હોય તે અને 10 વર્ષની અંદર દાવો ન કરવામાં આવેલ થાપણો તે ‘દાવા વગરની થાપણો’ તરીકે સ્વીકારાય છે. આ પછી આ રકમ RBI દ્વારા ‘થાપણકર્તા શિક્ષણ અને જાગૃતિ ફંડ’માં જમા કરાય છે.

ભારત ફોર્જની સહાયક કંપની BF ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતમાં હાઇસ્પીડ ટ્રેનોના નિર્માણ માટે ટેલ્ગો સાથે ભાગીદારી કરી. ભારત સરકારે તાજેતરમાં 200 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપ સાથે 100 વન ડે ભારત ટ્રેન માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જે હેઠળ આ ટ્રેનોમાં આર્ટિકયુંલેટેડ બોગી, એલ્યુમિનિયમ બોડી અને સ્લીપરની સુવિધા હશે.