Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્ર સરકારે 11મી કૃષિ જનગણના 2021-22 શરૂ કરી.

કેન્દ્ર સરકારે 11મી કૃષિ જનગણના 2021-22 શરૂ કરી.

PM મોદીએ ચેન્નઈમાં 44મા શતરંજ ઓલિમ્પિયાડનું ઉધ્દ્વાટન કર્યું.

પંજાબમાં રમત-ગમત વિભાગ 14થી 60 વર્ષની વયનાઓ માટે વિવિધ 30 રમતો સાથે ‘ખેડ મેલા’ આયોજિત કરશે.

IIT મદ્રાસે ભારતીય ભાષા ટેકનિકને પ્રોત્સાહિત કરવા માટે ‘AI4 ભારત-નિલેકણિ કેન્દ્ર’ની સ્થાપના કરી.

સેબેસ્ટિયન વેટેલે ફોર્મૂલા વનથી સંન્યાસની જાહેરાત કરી.

મુખ્યમંત્રી નાશ્તા યોજના - તમિલનાડુ: તમિલનાડુ સરકારે 1545 સરકારી પ્રાથમિક શાળામાં આ યોજનાની પ્રથમ આવૃત્તિ શરૂ કરી. વર્ષ 2022-23માં આ યોજનામાં ધો-1થી 5ના 1.14 લાખ બાળકોને તેનો લાભ મળશે. યોજનામાં દરેક વિદ્યાર્થીને શાકભાજી સાથે સંભાર અને 150-500 gm નાસ્તો અપાશે. અઠવાડિયામાં બે દિવસ નાસ્તામાં બાજરીની આઈટમનો ઉપયોગ થશે.

જેફરી આર્મસ્ટ્રોંગને ‘ડિસટિન્ગુઈશ્ડ ઈંડોલોજિસ્ટ ફોર 2021’ પુરસ્કાર મળ્યો. કનાડાના વૈંકૂવર ખાતે કેનાડાના વિદ્વાન જેફરીને ભારતીય સંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા આ પુરસ્કાર અપાયો. આ પુરસ્કાર તેમણે ‘ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિના અધ્યયનમાં તેમના વિશેષ યોગદાન’ બદલ અપાયો છે. વર્ષ 2015માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

2024 પેરિસ ઓલિમ્પિકના અધિકારિક સૂત્ર તરીકે ‘ગેમ્સવાઈડ ઓપન’નું અનાવરણ કર્યું. અગાઉ 1990 અને 1924માં આયોજન બાદ પેરિસ ખાતે 2024માં ત્રીજી વખત ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકનું આયોજન થશે. આ આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી થશે. આઓલિમ્પિકમાં 32 રમતોમાં કુલ 329 સ્પર્ધકો ભાગ લેશે.

કોચીન શિપયાર્ડ લિમિટેડે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત ભારતીય નૌસેનાને સોપ્યું. 262 મીટર લંબાઈનું આ વિમાનવાહક દેશમાં બનેલું સૌથી મોટું જહાજ છે જેના માટે 20,000 કરોડની રકમ રોકાણ કરાઈ છે.