Help & Support   |   Register Now   |   Login Now     

ફ્રાન્સના ગુસ્તાવ મૈક્કોન T20 ક્રિકેટમાં સતત બે સદી બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. તેમણે નોર્વે વિરુદ્ધ T20 વિશ્વ કપ યુરોપ ક્વોલિફાયર મેચમાં 53 બોલના 101 તથા સ્વિટ્ઝર્લેન્ડની વિરુદ્ધ 109 રન બનાવીને આ ઉપલબ્ધિ મેળવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું ઉધ્દ્વાટન કર્યું. 120 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા અત્યાધુનિક દૂધના મેગા પાવડરપ્લાન્ટ. 3 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળો UHT દૂધનો પ્લાન્ટ. 30 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળો ચીઝ પ્લાન્ટ અને વ્હે પ્રોસેસિંગ પ્લાન્ટ. ઉપસ્થિત મહાનુભવો - જગદીશભાઈ વિશ્વકર્મા (સહકાર અને ઔધોગિક મંત્રી ગુજરાત રાજ્ય), ગજેન્દ્રસિંહ પરમાર (અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગુજરાત રાજ્ય), ડૉ. કુબેરભાઈ ડિંડોર, (હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન, કાયદા અને સંસદીય મંત્રી ગુજરાત રાજ્ય).

સાવિત્રી જિંદલ એશિયાની સૌથી અમીર મહિલા બની. 18 અરબ ડોલરની સંપતિ સાથે ચીનના યાંગ હ્યાનને પાછળ રાખી સાવિત્રી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની. પાછલાં બે વર્ષમાં સાવિત્રીની કુલ સંપતિ 3 ગણા સુધી વધી. સાવિત્રી તેમના દિવંગત પતિ ઓમ પ્રકાશ જિંદલ સ્થાપિત ઓ. પી. જિંદલ સમૂહની અધ્યક્ષ છે. જિંદલ કંપની ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક તથા સીમેન્ટ, ઊર્જા જેવાં ક્ષેત્રોમાં કામ કરી રહી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં મીરાંબાઈ ચાનૂએ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઇટલિફ્ટર સાઈખોમ મીરાબાઈ ચાનૂએ બર્મિધામ ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો. આ મેડલ તેણીએ મહિલાઓની 49 kg કેટેગરીમાં મેળવ્યો. આ ઉપરાંત અન્ય વેઇટલિફ્ટર બિંદ્યારાની દેવી સોરોખાઈબામે મહિલાઓની 55 kg કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. કેન્દ્રીય રમતગમત મંત્રી - અનુરાગ ઠાકુર. આ અગાઉ ભારતીય વેઈટલિફ્ટર સંકેત સરગરે મેન્સ 55 kgમાં સિલ્વર તથા ગુરુરાજા પૂજારીએ મેન્સ 61 kgમાં બોન્ઝ મેળવતાં ભારતે આ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 4 અને તમામ ચારેય મેડલ વેઈટલિફ્ટિંગમાં મેળવ્યા છે.

ગુજરાત સેમીકન્ડકટર નીતિ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. ગુજરાત રાજ્ય સરકારે ‘ગુજરાત સેમીકન્ડકટર નીતિ 2022-27’ની જાહેરાત કરી. આ નીતિ અંતર્ગત રાજ્યમાં સેમીકન્ડકટરના ઉત્પાદનને વેગ આપવા અને આગામી પાંચ વર્ષમાં બે લાખ નોકરીના સર્જનનો ઉદ્દેશ્ય અપાયો છે. આ જાહેરાતની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશનની સ્થાપનાની જાહેરાત કરી. નીતિના ભાગ રૂપે સરકાર આગામી સમયમાં ધોલેરા ખાતે ધોલેરા સેમિકોન સિટીની સ્થાપના કરશે અને ત્યાં સેમીકન્ડકટરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જમીન ખરીદીમાં પ્રથમ 200 એકર જમીન પર 75% સબસિડી આપશે. ત્યારપછી અન્ય મંજૂર થયેલ જમીન પર 50% સબસિડી આપશે. પ્રોજેક્ટ્સની શરૂઆતનાં પાંચ વર્ષ માટે ઔદ્યોગિક વપરાશ માટે 12 રૂ. પ્રતિ ઘન મીટરના ભાવે પાણી તથા 10 વર્ષ માટે યુનિટ દીઠ રૂ. 2ની પાવર સબસિડી આપવામાં આવશે તથા વીજળીની ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.

વડાપ્રધાને Flagship Revamped Distribution Sector Scheme લોન્ચ કરી. વડાપ્રધાને ઊર્જા મંત્રાલય માટે આ યોજના લોન્ચ કરી છે, જે ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય-પાવર @ 2047’ અંતર્ગત આયોજિત થયેલા કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવી. યોજનાનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારની વિવિધ પાવર સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોમાં સહભાગી બનાવવાનો છે. નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીમાં તમામ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં 3 લાખ કરોડનો ખર્ચ કરી લોકોની પાવર સંબંધિત સુવિધાઓ વધારવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ સાથે વડાપ્રધાને ‘રાષ્ટ્રીય સોલાર રૂફટોપ પોર્ટલ’ લોન્ચ કર્યું જે રૂફટોપ સોલાર પ્લાન્ટની સ્થાપનાની પ્રક્રિયાના ઓનલાઈન ટ્રેકિંગને સક્ષમ બનાવશે તથા નોધણીથી ગ્રાહકના બેંક ખાતામાં સબસીડ પહોંચાડવા સુધીની પ્રક્રિયા કરશે.

ભારત સરકારે કુલ 272 જિલ્લામાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરૂ કર્યું.

ફોર્બ્સની રિયલ ટાઇમ અરબપતિની યાદીમાં એલોન મસ્ક ટોચના સ્થાને.

સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMSTE (National Action Plan For Mechanized Sanitation Ecosystem) યોજના લાગુ કરાઈ.

નેધરલેન્ડે EIH મહિલા હોકી વિશ્વ કપ 2022 જીત્યો.