Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય સીમાંચલા દાસ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર નિયુક્ત.

અમેરિકન અભિનેત્રી અને ગાયિકા જેન્ડ્યા 24 વર્ષની વયે એક ડ્રામા સીરીઝમાં ઉત્કૃષ્ટ લીડ એક્ટ્રેસ માટે એમી એવોર્ડ-2020 જીતીને આ પ્રકારનો એવોર્ડ જીતનાર સૌથી નાની વયની અભિનેત્રી બની.

પ્રમિત કુમાર ગર્ગ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના ડિરેક્ટર (વ્યવસાય વિકાસ) નિયુક્ત.

દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રોમમાં ઇટાલિયન ઓપન-2020નું ટાઈટલ જીત્યું.

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ બાયોનિક આંખ ‘જેનારિસ બાયોનિક વિઝન સિસ્ટમ’ વિકસાવી. આ સિસ્ટમના માધ્યમથી નેત્રહીન લોકો ફરીથી જોઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિકિત્સા શિક્ષા માટે IG નોબલ પુરસ્કાર-2020થી સન્માનિત. અટલ બિહારી વાજપાઇ બાદ નરેન્દ્ર મોદી આ એવોર્ડ જીતનાર બીજા ભારતીય વડાપ્રધાન બન્યા.

વારાણસીના મંડુઆડીહ રેલવે સ્ટેશનનું નામ બદલીને બનારસ કરવામાં આવશે.

ઇન્ડિયન નેવિના ઈતિહાસમાં પ્રથમ વખત બે મહિલા અધિકારીઓ કુમુદિની ત્યાગી અને રીતિ સિંહને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ‘ઓબ્ઝર્વર’ (એરબોર્ન ટેકનિશિયન) તરીકે સામેલ કરવામાં આવી.

ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં દેશની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટી બનશે.

ક્રિકેટર સુરેશ રૈના જમ્મુ કાશ્મીરમાં એક ક્રિકેટ એકેડમી શરૂ કરશે.