Help & Support   |   Register Now   |   Login Now     

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફીટ ઇન્ડિયા એજ એપ્રોપ્રિએટ ફીટનેસ પ્રોટોકોલ’ લોન્ચ કર્યું.

લિજેન્ડરી સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનું નિધન. ગાંધી ફિલ્મના તેલુગુ ડબિંગમાં ગાંધીજીના પાત્ર માટે તેમણે અવાજ આપ્યો હતો.

અભિનેતા સોનુ સૂદ એસર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

રજત સૂદ એનર્જી એફિસીએંસી સર્વિસીસ લિ. (EESL)ના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત.

અમેરિકાની મોટરસાઈકલ નિર્માતા કંપની હાર્લે ડેવિડસન એક દાયકાના અસફળ પ્રયત્નોને પરિણામે ભારતમાં પોતાનું સંચાલન બંધ કરશે.

ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF) દ્વારા નવા મહિલા ટીમ ટેનિસ વર્લ્ડ કપ ‘બિલી જિન કિંગ કપ BNP પરિબાસ’નું અનાવરણ થયું. કોઈ મહિલાના નામ પર યોજાનાર આ પ્રથમ મોટી ટીમ ટૂર્નામેન્ટ છે.

નોબલ પુરસ્કાર-2020ના વિજેતાઓને 1,10,000 ડોલર વધુ મળશે.

ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ દેશની પ્રથમ મહિલા રાફેલ ફાઈટર પાયલટ બનશે.

કેરળમાં દેશના પ્રથમ બાયોમેડીકલ પાર્કની સ્થાપના થશે.

બાહ એનડો માલીના અંતરિમ રાષ્ટ્રપતિ નિયુક્ત.