Help & Support   |   Register Now   |   Login Now     

દિલ્હીમાં ભારત અમેરિકા વચ્ચે 2+2 ચર્ચા યોજાઈ.

HRD મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા ગાંધીજી પર આધારિત પુસ્તક ‘નઈ તાલીમ’ (બેઝિક એજ્યુકેશન) લોન્ચ.

સરકારે PMJDYને ઓપન એન્ડેડ યોજના બનાવવા માટે નિર્ણય કર્યો. જેથી આ યોજના અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.

દિલ્હીમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પર યોજના તૈયાર કરવા NGT દ્વારા નિવૃત્ત જસ્ટિસ એસ. પી. ગર્ગની અધ્યક્ષતામાં મોનીટરીંગ કમિટીનું ગઠન.

ઈસરો નાના લોન્ચ વ્હીકલ પર કામ કરી રહ્યું છે. અંતરિક્ષમાં 500-700 કિ.મી. વજનના ઉપગ્રહ 500 કિ.મી.ની ઊંચાઈએ સ્થાપિત કરી શકાશે.

કરુર વૈશ્ય બેંક લિ.એ ટેબ આધારિત ડિજિટલ ઈનીશીએટીવ લોન પ્રોસેસિંગ સિસ્ટમ KVB Next શરૂ કરી.

F-16 ફાઈટર જેટ્સની વિંગ્સ ભારતમાં જ બનાવાશે. અમેરિકન કંપની લોકહીડ અને TASL (Tata Advanced Systems Ltd.) વચ્ચે કરાર.

સુપ્રીમ કોર્ટનો એસ. હરીશની મલયાલમ નવલકથા મીશા (મૂછ) પર પ્રતિબંધનો ઇનકાર.

ગુજરાતમાં સરિતા ગાયકવાડ પોષણ અભિયાનની, અંકિતા રૈના બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર.

શુટીંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં 245.5 પોઈન્ટ સાથે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીત્યો.