Help & Support   |   Register Now   |   Login Now     

અશ્વિની ભાટિયા SBI મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO નિયુક્ત.

સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસનું હવામાં ઇંધણ ભરવાનું સફળ પરીક્ષણ. ઇંધણ ભરવા આગ્રાના IAF બેસથી રશિયન નિર્મિત IL-78MK1 લોન્ચ કરાયું.

ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહ સાઉથ ઇસ્ટ એશિયા ક્ષેત્રમાં WHOનાં રિજનલ ડિરેક્ટર બનનાર પ્રથમ મહિલા બન્યાં.

રેપ પીડિતાને 4 લાખ, ગેંગરેપ પીડિતાને 5 લાખ રૂપિયા અનિવાર્ય મિનિમમ વળતરને સુપ્રીમની મંજૂરી.

સરકારે ઓવરડ્રાફ્ટ સુવિધાને 5,000થી વધારીને 10,000 રૂપિયા સુધી કરવાનો નિર્ણય લીધો.

હૃદય હજારિકાએ ISSF વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરુષોની 10 મીટર એર રાયફલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

જાપાનના મસાઓ (108 વર્ષ) અને મિયાકો (100 વર્ષ) વિશ્વનું સૌથી વયસ્ક પરિણીત યુગલ.

ઈસરોના સૌપ્રથમ સમાનવ અંતરિક્ષ મિશન ગગનયાન માટે ભારત-ફ્રાન્સ વચ્ચે સહયોગ માટે કરાર.

8 સપ્ટેમ્બર: વિશ્વ સાક્ષરતા દિવસ. પ્રથમ સાક્ષરતા દિવસ 1966 માં ઉજવાયો હતો.

ભારત-અમેરિકા વચ્ચે કોમકાસા કરાર. US સૈન્ય સંચાર ટેકનોલોજી આપશે. તેનાથી ચીન પર નજર રાખી શકાશે.