Help & Support   |   Register Now   |   Login Now     

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાએ વિસ્ડન ઇન્ડિયા એલમનેક ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો.

પૃથ્વી શેખરે વર્લ્ડ ડિફ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો.

નાસા ચંદ્રની સપાટી નીચે પાણીની માત્રાની શોધ કરવા માટે 2022માં એક ગોલ્ફ કોર્ટના આકારનો રોબોટ મોકલશે.

મુક્તેશ કુમાર પરદેશી સમોઆમાં ભારતના આગામી હાઈકમિશનર નિયુક્ત.

લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલે ગિનીસ બુકમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ‘વિશ્વની સૌથી મોટી સ્કૂલ’નો રેકોર્ડ બનાવ્યો. આ સ્કૂલ 18 શાખાઓ સહિત લગભગ 56,000 વિદ્યાર્થીઓ ધરાવે છે.

બિરેન્દ્ર સિંહ યાદવ ઈરાકમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

ભારતનાં સૌથી વૃદ્ધ (99 વર્ષ) યોગ શિક્ષિકા, ‘યોગ દીદી’ તરીકે ઓળખાતાં વી. નાનમ્મલનું નિધન.

ISRO શ્રીહરિકોટાથી 14 નાના ઉપગ્રહો લોન્ચ કરશે.

IIT-હૈદરાબાદ અને સ્કુલ ઓફ આર્કિટેક્ચર, ભુવનેશ્વરના રિસર્ચર્સે કૃષિ કચરા (એગ્રી વેસ્ટ)માંથી જૈવ ઇંટો (બાયો બ્રિક્સ) વિકસાવી.

IAS અધિકારી વિજયેન્દ્ર નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ના ચેરમેન અને MD બનશે.