Help & Support   |   Register Now   |   Login Now     

યુનિવર્સ સાયન્સ ક્ષેત્રે આપેલ યોગદાન માટે ભૌતિક વૈજ્ઞાનિક થાનૂ પદ્મનાભનને એમ. પી. બિરલા મેમોરિયલ એવોર્ડ-2019 આપવામાં આવ્યો.

વર્લ્ડ બેંક દ્વારા ‘ડુઈંગ બિઝનેસ 2020’ લીસ્ટમાં ભારતને ટોપ 20 ઈમ્પ્રુવર્સમાં સામેલ કરવામાં આવ્યું.

દેશમાં ‘ઇન્ડસ્ટ્રી 4.0’ની શરૂઆત માટે એક પાયલોટ પ્રોજેક્ટ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાની મોડર્ન કોચ ફેક્ટરીમાં શરૂ કરાયો. ઇન્ડસ્ટ્રી 4.0 સામાન્ય રીતે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાય છે.

ભોપાલની મેટ્રોનું નામ ભારતીય રાજા ‘રાજા ભોજ’ના નામ પરથી ‘ભોજ મેટ્રો’ રાખવામાં આવશે.

મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં ‘કેટ સ્નેક’ની નવી પ્રજાતિ મળી આવી, જે 125 વર્ષોમાં આ પ્રકારની પ્રથમ શોધ છે. તેજસ ઠાકરેના નામ પરથી આ પ્રજાતિને ‘ઠાકરેજ કેટ સ્નેક’ નામ આપવામાં આવ્યું.