Help & Support   |   Register Now   |   Login Now     

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા નિર્મિત ગોબર સાબુ અને વાંસની પાણીની બોટલ્સનો શુભારંભ.

નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત વીનુ રાજામોનીએ એમ્સ્ટર્ડમમાં ‘ઇન્ડિયા એન્ડ નેધરલેંડ, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર’ શીર્ષક વાળી પોતાની પુસ્તકનું વિમોચન કર્યું.

મુંબઈ નેવિ ડોકયાર્ડમાં ઇન્ડિયન નેવિના અત્યાર સુધીના સૌથી મોટા ડોકનું ઉદઘાટન. 281 મીટર લંબાઈ, 45 મીટર પહોળાઈ અને 17 મીટર ઊંડાઈ.

તમિલનાડુના શિવગંગા જિલ્લાના કિલાડીમાં પુરાતાત્વિક સ્થળે ચાલી રહેલ ઉત્ખનનના પાંચમા ચરણમાં સંગમ યુગના સમયની (લગભગ 2,600 વર્ષ જૂની) ઈંટની ચાર દિવાલો મળી આવી.

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ફિલિસ્તીને મહાત્મા ગાંધીની વિરાસત અને મૂલ્યોનું સમ્માન કરીને આ વિશ્વ નેતાની 150મી વર્ષગાંઠને ચિહ્નિત કરવા માટે એક સ્મારક પોસ્ટ સ્ટેમ્પની ટિકિટ બહાર પાડી.

દિલ્હી ઝૂમાં ભારતની સૌથી જૂની ચિમ્પાન્ઝી રીતાનું મૃત્યુ. રીતા 1960માં એમ્સ્ટર્ડમ ઝૂમાં જન્મી હતી અને 1990માં દિલ્હી ઝૂમાં લાવવામાં આવી હતી.

નોઈડામાં પ્લાસ્ટિક કચરામાંથી બનેલ ભારતના સૌથી મોટા ‘ચરખા’નું ઉદઘાટન. ગાંધીજીના સ્વદેશીના સપનાના પ્રતીક એવા આ ચરખાનું વજન 1,650 કિગ્રા છે.

IIT, બોમ્બે સાથે મળીને કેન્દ્રએ ગાંધી જયંતીના રોજ ગ્લોબલ સ્ટુડન્ટ સોલર એસેમ્બલીનું આયોજન કર્યું.

કે. એસ. ધતવાલિયા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ચિફ ડિરેક્ટર જનરલ નિયુક્ત.