Help & Support   |   Register Now   |   Login Now     

SBIએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પોતાની ઓફિસ શરૂ કરી. સ્ટેટ બેંક ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં શાખા ખોલનાર પ્રથમ ભારતીય બેંક બની.

દોહામાં આયોજિત IAAF વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019માં 100 મીટર દોડમાં જમૈકાની સ્પ્રિન્ટર શેલી-એન ફ્રેઝર-પ્રિસે ગોલ્ડ જીતીને પોતાનો ચોથો મહિલા 100 મીટર વર્લ્ડ ખિતાબ જીત્યો.

બેંગલુરુમાં આયોજિત 10મી એશિયન એજ ગૃપ ચેમ્પિયનશિપમાં સ્વિમિંગમાં 10 મીટર પ્લેટફોર્મ સિન્ક્રનાઈઝ ઇવેન્ટમાં ભારતના વિલ્સન સિંહ અને સતીશ કુમાર પ્રજાપતિની જોડીએ ગોલ્ડ જીત્યો.

એલિસન ફેલિક્સ ઉસેન બોલ્ટનો સૌથી વધુ ગોલ્ડ મેડલ (11 મેડલ્સ) જીતવાનો રેકોર્ડ તોડીને 12 ગોલ્ડ મેડલ જીતનાર વર્લ્ડની પ્રથમ સ્પ્રિન્ટર બની.

2 ઓક્ટોબર: ગાંધી જયંતી, લાલ બહાદુર શાસ્ત્રી જયંતી.

સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ (SEQI)માં કેરળ 20 મોટા રાજ્યોમાં પ્રથમ સ્થાને.

પૂર્વી એન્ટાર્કટિકામાં મેક રોબર્ટસન લેન્ડ પર સ્થિત અમેરી આઈસ શેલ્ફમાંથી એક હિમખંડ તૂટ્યો.

ઇન્ડિયા ટુડે ગૃપની વાઈસ ચેરપર્સન કલ્લી પુરીને બ્રિટિશ સંસદમાં મિડિયા એવોર્ડ્સમાં ભારતની સૌથી શક્તિશાળી મહિલાનો પુરસ્કાર આપવામાં આવ્યો.

સૌરમંડળમાં મંગળ અને ગુરુ વચ્ચે આવેલ એક નાનકડા ગ્રહને મશહૂર શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નામ આપવામાં આવશે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે.

સુમિત નાગલે બ્યુન્સ આયર્સ ATP ચેલેન્જર ક્લે ઇવેન્ટનો ખિતાબ જીત્યો.