Help & Support   |   Register Now   |   Login Now     

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પરમહંસ યોગાનંદની 125મી જયંતી નિમિત્તે એક વિશેષ સ્મારક સિક્કો બહાર પાડ્યો.

બુડાપેસ્ટમાં આયોજિત અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 61 કિ.ગ્રા. ઇવેન્ટમાં ભારતીય રેસલર રવિન્દર સિંઘે સિલ્વર જીત્યો.

જમ્મુ-કાશ્મીર રિ-ઓર્ગેનાઈઝેશન એક્ટ-2019 અનુસાર 31, ઓક્ટોબરના સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્ય બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત થયું.

પાકિસ્તાને શીખ ગુરુ નાનકની 550મી જયંતી નિમિત્તે એક સ્મારક સિક્કો બહાર પાડ્યો.

નેપાળના પર્વતારોહક નિર્મલા પુરજાએ માત્ર 189 દિવસોમાં 8,000થી વધુ ઉંચાઈ ધરાવતા દુનિયાના 14 સૌથી ઊંચા શિખરો પર ચઢીને એક નવો સ્પીડ રેકોર્ડ બનાવ્યો.

31 ઓક્ટોબર: સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી. રાષ્ટ્રીય એકતા દિવસ.

તમિલનાડુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ પાસ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.

ભારતીય આર્મીના ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સ્વરૂપ સિંઘ કુંતલ આયર્નમેન મલેશિયા ઇવેન્ટ માત્ર 12 કલાક અને 14 મિનીટના રેકોર્ડ ટાઈમમાં પૂર્ણ કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યા.

2019ની પ્રોબેશનરી સિવિલ સર્વન્ટ્સ માટેનો કેન્દ્રનો પ્રથમ કોમન ફાઉન્ડેશન કોર્સ ‘આરંભ’ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ.

ફ્રાન્સના ડેપ્યુટી મિનિસ્ટર (ઇકોલોજિકલ એન્ડ ઇન્ક્લુઝિવ ટ્રાન્ઝીશન) બ્રૂન પોઈરઝન ભારતની મુલાકાતે.