Help & Support   |   Register Now   |   Login Now     

29 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ દિવસ. વર્ષ 1969માં ઈલેક્ટ્રોનિક સંદેશ મોકલવા માટે ઈન્ટરનેટના સર્વપ્રથમ ઉપયોગની વર્ષગાંઠ.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ (IS) ગૃપના ભાગેડુ નેતા અબુ બક્ર અલ બગદાદીએ અમેરિકન સૈન્યના અભિયાન દરમ્યાન પોતાને જ મારી નાખ્યો.

સોફી વિલ્મ્સ બેલ્જિયમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં.

હાર્ડ રોક કેફેએ દક્ષિણ ફ્લોરિડામાં દુનિયાની પ્રથમ ગિટાર આકારની હોટલ બનાવી. આ હોટલ સેમિનોલ હાર્ડ રોક હોટલ અને કસિનોના ભાગ રૂપે છે.

મધ્યપ્રદેશને 2020માં લોનલી પ્લેનેટ દ્વારા દુનિયાના ટોચના ત્રણ ‘બેસ્ટ વેલ્યુ ડેસ્ટીનેશન’માં સ્થાન આપવામાં આવ્યું.

ભારતની સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફ્રેંચ ઓપન સુપર 750માં મેન્સ ડબલ્સમાં બીજો ક્રમાંક મેળવ્યો.

લુઇસ હેમિલ્ટને મર્સીડીઝ માટે મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો.

ઉડચલોના સંસ્થાપક અને CEO વરૂણ જૈને બિઝનેસ વર્લ્ડ 40 અંડર 40 એવોર્ડ જીત્યો. ઉડચલો ડિફેન્સ ફોર્સ માટેનું એક ઓનલાઈન યાત્રા પોર્ટલ છે.

ગાંધીનગર ગુજરાતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો બન્યો.

29મી BASIC મંત્રીસ્તરીય બેઠક બેજિંગમાં યોજાઈ.