Help & Support   |   Register Now   |   Login Now     

સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ શ્રીલંકા દ્વારા આયોજિત નાઈટ્રોજન મેનેજમેન્ટ પર કોલંબો ડેકલેરેશન નામના પ્રસ્તાવિત રોડ મેપનું સમર્થન કર્યું. ઘોષણાનો ઉદ્દેશ્ય 2030 સુધી નાઈટ્રોજન વેસ્ટને અડધો કરવાનો.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘ક્યાર’ વાવાઝોડાને લીધે આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, ઓડીસા અને મહારાષ્ટ્રમાં માઠી અસર.

મનોહર લાલ ખટ્ટરે (ભાજપ) હરિયાણાના મુખ્યમંત્રી તથા દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

અયોધ્યાના વાર્ષિક દીપાવલી પર્વ ‘દીપોત્સવ’એ 5.51 લાખ માટીના દીવાઓની રોશની કરીને ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું.

મહિન્દ્રાની સહાયક કંપની મહિન્દ્રા ટુ વ્હિલર્સ-યુરોપ ફ્રાન્સની પ્યૂજો મોટોકાઈકિલનું અધિગ્રહણ કરશે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને પાવર ગ્રીડ કોર્પોરેશન (PGCIL)ને સરકાર દ્વારા મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો.

CBSE અને NCRTએ ઘોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એપ્ટીટ્યુડ ટેસ્ટ ‘તમન્ના’ (Try And Measure Aptitude And Natural Abilities) લોન્ચ કરી.

કેશવ કુમાર પાઠક નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના MD નિયુક્ત.

રાધા ક્રિશ્ના માથુર લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર નિયુક્ત.

સત્ય પાલ મલિક ગોવાના અને પી. એસ. શ્રીધરન પિલ્લાઇ મિઝોરમના રાજ્યપાલ નિયુક્ત.