Help & Support   |   Register Now   |   Login Now     

હોંગકોંગમાં 15.81 કેરેટનો પર્પલ-પિક હીરો 29.3 મિલિયન અમેરિકન ડોલર (213 કરોડ રૂપિયા)માં વેચાયો.

બેંગલુરૂની સ્ટાર્ટઅપ બ્રીડ એપ્લાઇડ સાયન્સિઝે ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB)નો નેશનલ એવોર્ડ-2021 જીત્યો. આ કંપનીએ આ એવોર્ડ કાર્બન ડાયોક્સાઈડને રસાયણો અને બળતણમાં બદલવા માટે એક કોમર્સિયલ સોલ્યુશન વિકસાવવા માટે મેળવ્યો.

ભારતીય વાયુસેનાનાં મહિલા અધિકારી સ્કવોડ્રન લીડર આશ્રીતા ઓલેટીએ એરફોર્સ ટેસ્ટ પાઈલટ સ્કુલમાંથી દેશની પ્રથમ મહિલા ઉડાન પરિક્ષણ એન્જિનિયર તરીકે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.

અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કોમેંગ જિલ્લાની શેરગાંવ જૈવ વિવિધતા પ્રબંધન સમિતિ (BMC)એ ભારતમાં સર્વશ્રેષ્ઠ સમિતિ તરીકેનો પુરસ્કાર મેળવ્યો.

ભારતીય વેઇટલિફ્ટર અચિંતા શ્યુલીએ ઉઝબેકિસ્તાનમાં આયોજિત જુનિયર વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2021માં મેન્સ 73 KG કેટેગરીમાં સિલ્વર જીત્યો.

ગુજરાત સરકારે સિંધુભવન રોડ (અમદાવાદ), સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં આઇકોનિક સ્કાયક્રેપર બિલ્ડીંગ બનાવવા માટે જાહેરનામુ બહાર પાડ્યું.

‘યાસ’ નામનું વાવાઝોડું ઓડીસાના ધામરા કિનારે ત્રાટક્યું.

ભારતીય-અમેરિકન મૂળના અરૂણ વેંકટરામનની અમેરિકાના ડિરેક્ટર જનરલ અને US ફોરેન કોમર્સિયલ સર્વિસના હેડ તરીકે પસંદગી કરવામાં આવી.

બ્રોડકાસ્ટર્સની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનનું નામ બદલીને ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન કરવામાં આવશે.

ડેવિડ બાર્નેયા ઇઝરાયેલના આગામી મોસાદ ચીફ નિયુક્ત.