Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાના 75 વર્ષીય આર્થર મુઈર વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બન્યા.

વડાપ્રધાન મોદીએ COVID-19ને કારણે દેશના અનાથ થયેલ બાળકોને PM-CARES યોજના અંતર્ગત મફત શિક્ષણ આપવાની અને 23 વર્ષની વયે 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.

ગુજરાત સરકારે COVID-19ને કારણે પોતાના માતા-પિતાને ગુમાવનાર બાળકોની નાણાકીય સહાય માટે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ શરૂ કરી, જે અંતર્ગત બાળકોને 18 વર્ષની વય સુધી માસિક 4,૦૦૦ રૂપિયા અને ત્યારબાદ 21 વર્ષની વય સુધી માસિક 6,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સર્બિયામાં સ્લોવેકિયાના એલેક્સ મોલ્કનને હરાવીને બેલગ્રેડ ઓપન ટાઈટલ જીત્યું.

પોર્ટુગલના એસ્ટાડિયો ડો ડ્રેગોમાં આયોજિત ઓલ ઇંગ્લિશ ફાઈનલમાં માંચેસ્ટર સિટીને હરાવીને ચેલ્સીએ ચેમ્પિયન્સ લીગ 2020-21નો ખિતાબ જીત્યો.

ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી PPP મોડલ પર આધારિત દેશનું પ્રથમ રિસર્ચ રીએક્ટર બનાવશે, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર દ્વારા ડીઝાઇન કરવામાં આવનાર આ રીએક્ટર આઈસોટોપનું ઉત્પાદન કરશે.

સુનીલ મિત્તલ CSS કોર્પ.ના આગામી CEO નિયુક્ત, જે મનીષ ટંડનનું સ્થાન લેશે.

કોરોના વાઈરસ ડિસીઝ રિસ્પોન્સ કેટેગરી અંતર્ગત ‘મોસ્ટ વેલ્યુએબલ મેડીકલ ઇનોવેશન’ માટે સ્પાઈસહેલ્ધ એશિયા પેસિફિક ગોલ્ડ સ્ટીવ એવોર્ડ-2021થી સન્માનિત.

ઇન્ટરનેશનલ UN શાંતિ રક્ષક દિવસ નિમિત્તે 44 દેશોના 124 શાંતિ સૈનિકોમાં કોર્પોરલ યુવરાજ સિંહ સહિત ત્રણ ભારતીય શાંતિ રક્ષકો ડેગ હેમર્શહોલ્ડ મેડલથી સન્માનિત. તેમને દક્ષિણ સુડાનમાં UN મિશનમાં કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.

ક્રોએશિયામાં આયોજિત યુરોપિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન તેજસ્વિની સાવંતે 50 મીટર રાઈફલ પ્રોન ઇવેન્ટની MQS (મિનિમમ ક્વોલિફિકેશન સ્કોર)માં ટોચનું સ્થાન મેળવ્યું.