Help & Support   |   Register Now   |   Login Now     

ટેલિફોન સર્ચ એન્જિન અને કોલર આઈડી સર્વિસ દાતા ટ્રૂ કોલરે કોવિડ હોસ્પિટલ્સની ફોન ડિરેક્ટરી શરૂ કરી.

COVID-19 સામેના રસીકરણને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ડિપોઝીટ પ્રોડક્ટ ‘ઈમ્યુન ઇન્ડિયા ડિપોઝીટ સ્કિમ’ લોન્ચ કરી, જેમાં 1111 દિવસની FD પર 0.25% વધુ વ્યાજ આપવામાં આવશે.

અરૂણ રાસ્તે દેશની અગ્રણી કોમોડિટી એક્સચેન્જ NCDEX (નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિ.)ના નવા MD અને CEO નિયુક્ત.

મેનકાઈન્ડ ફાર્માએ કોરોના વોરિયર્સના પરિવાર માટે 200 કરોડ રૂપિયાનું દાન કર્યું.

ICCએ એન્ટી-કરપ્શન કોડના ઉલ્લંઘન બદલ UAEના ક્રિકેટર કાદર અહમદ ખાન પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો.

જુલિયન નેગેલ્સમેન જર્મનની ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યુનિખના નવા મેનેજર નિયુક્ત.

પ્રસિદ્ધ અમેરિકન લેખિકા ઝુમ્પા લાહિરીએ તેમની નવી નવલકથા ‘વ્હેરઅબાઉટસ’ લોન્ચ કરી. આ બુક ઈટાલીયન નોવેલ ‘ઇઆસ ડોવ મી ટ્રોવો’ના અનુવાદ રૂપે છે, જે ઝુમ્પા લાહિરીની પોતાની જ રચના છે અને તે 2018માં લોન્ચ થઇ હતી.

ચીને પોતાના પ્રથમ માર્સ રોવરને ‘ઝુરોંગ’ નામ આપ્યું. ઝુરોંગ તેમના પ્રાચીન અગ્નિ દેવ ગણાય છે. મંગળનું ચાઇનીઝ નામ ‘હ્વોઝિંગ’ (અગન તારો) છે.

ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્લેટફોર્મ PayTMએ ભારતની પ્રથમ વિડીયો વેલ્ધ કોમ્યુનિટી લોન્ચ કરી.

ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સ કંપનીના જોઈન્ટ વેન્ચર વાળી એરલાઇન્સ કંપની વિસ્તારાએ કોરોનાની ડ્યુટી સાથે સંકળાયેલ ડોક્ટર્સ અને નર્સીસને મફત એરલાઈન્સ સેવા આપવાની જાહેરાત કરી.