Help & Support   |   Register Now   |   Login Now     

વરિષ્ઠ ભારતીય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું કોવિડ-19ને કારણે નિધન. તેઓ ઝી ન્યુઝના લોકપ્રિય ડિબેટ શો ‘તાલ ઠોક કે’ના હોસ્ટ હતા.

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ ટાટા ડિજિટલ દ્વારા થનાર સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાઈઝ પ્રા. લિ.ના (SGS) 64.3% શેરકેપિટલના અને IRC (બીગબાસ્કેટ)ના અધિગ્રહણને મંજૂરી આપી.

શિવાલિક સ્મોલ ફાયનાન્સ બેંક (SSFB) સ્મોલ ફાયનાન્સ બેંક તરીકે કાર્ય કરવાનું લાયસન્સ મેળવનાર પ્રથમ કો-ઓપરેટિવ બેંક બની. સુવીર કુમાર ગુપ્તા SSFBના MD અને CEO છે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (ચેન્નઈ સુપર કિંગ્સ-IPL) જાપાનીઝ સ્પોર્ટ્સવેઅર બ્રાન્ડ ASICSના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

સેન્ટર ફોર વાઈલ્ડલાઈફ સ્ટડીઝ-બેંગ્લોરના ચીફ કન્ઝર્વેટીવ સાયન્ટીસ્ટ કૃતિ કારંતે ‘વાઈલ્ડ ઇનોવેટર એવોર્ડ-2021’ જીત્યો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય તથા પ્રથમ એશિયન મહિલા બન્યાં.

ચેન્નઈ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રેકિશ એક્વાકલ્ચરે માછલીમાં થતી બીમારી ‘વાઈરલ નર્વસ નેક્રોસિસ’ માટે દેશની પ્રથમ સ્વદેશી રસી બનાવી.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના અહેવાલ અનુસાર 2020માં અમેરિકા અને ચીન બાદ ભારત સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનાર દેશ.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે IIT-મદ્રાસમાં ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસનું ઉદઘાટન કર્યું.

રશિયન બાયો-ટેકનોલોજી કંપની બાયોપેલેટે ‘મલ્ટીસ્ક્રીન’નું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું. મલ્ટીસ્ક્રીન વિશ્વની પ્રથમ સંયુક્ત HIV-હિપેટાઈટિસ B અને C પરીક્ષણ પ્રણાલી છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયમાં ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી અજય સેઠ RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર નિયુક્ત.