Help & Support   |   Register Now   |   Login Now     

હોંગકોંગની પર્વતારોહી ત્સાંગ યિન હંગે પોતાના ત્રીજા પ્રયાસમાં માત્ર 25 કલાક અને 50 મિનીટમાં એવરેસ્ટ સર કરીને ‘એક મહિલા દ્વારા વિશ્વમાં સૌથી ઝડપી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો’ રેકોર્ડ નોંધાવ્યો.

30 મે: ગોવા રાજ્ય સ્થાપના દિવસ. ઈ.સ. 1987માં આ દિવસે ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ ન રહીને ભારતીય સંઘનું 25મુ રાજ્ય બન્યું હતું.

ડિજિટલ પેમેન્ટ કંપની PayTM IPO બહાર પાડશે.

NASAએ 2023માં ચંદ્ર પર પ્રથમ મોબાઈલ રોબોટ મોકલવાની જાહેરાત કરી.

બિહારની GI ટેગ યુક્ત લિચી બ્રિટનમાં નિકાસ કરવામાં આવી. લિચીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. પ્રથમ ક્રમે ચીન છે.

વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ 1 લાખ રૂપિયાની સહાય અને મહત્તમ બે હેક્ટર આ સુધી સહાય આપવાની ગુજરાત સરકારની જાહેરાત.

ચિકિત્સકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ યોગગુરૂ બાબા રામદેવને IMA (ઇન્ડિયન મેડીકલ એસોસિએશન) દ્વારા 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટીસ ફટકારી.

દુબઈમાં વિશ્વનું સૌપ્રથમ ઇકો-ફ્રેન્ડલી ફ્લોટિંગ હાઉસ શરૂ કરાયું.

સ્થગિત કરવામાં આવેલ IPL-20ની બાકીની મેચ UAE ખાતે યોજાશે.

ભારતના વન મંત્રાલયના અહેવાલ મુજબ વર્ષ 2009થી 2020 સુધીમાં 186 હાથીઓએ ટ્રેનની હડફેટમાં આવીને જીવ ગુમાવ્યા.