Help & Support   |   Register Now   |   Login Now     

AIG હોસ્પિટલના ચેરમેન ડૉ. નાગેશ્વર રેડ્ડી અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઇન્ટેન્સ્ટિનલ એન્ડોસ્કોપી (ASGE) દ્વારા રૂડોલ્ફ વી. સ્કિન્ડલર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય બન્યા.

ભારત UN પીસકીપર્સની સુરક્ષા અને સલામતી વધારવા માટે એક નવું મોબાઈલ ટેક પ્લેટફોર્મ ‘UNITE AWARE’ લોન્ચ કરશે.

એંડી જેસી એમેઝોનના નવા CEO નિયુક્ત.

ગિલર્મો લાસો ઇક્વાડોરના રાષ્ટ્રપતિ નિયુક્ત. તેઓ 14 વર્ષ બાદ નિયુક્ત થનાર પ્રથમ દક્ષિણપંથી રાષ્ટ્રપતિ છે.

ભારતીય અર્થશાસ્ત્રી અને નોબલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાન શ્રેણીમાં સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર ‘પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરીયસ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા.

આસીમી ગોઈટા માલીના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત.

આફ્રિકન દેશ માલીમાં સૈન્ય તખ્તાપલટ બાદ ધરપકડગ્રસ્ત રાષ્ટ્રપતિ બાહ એન્ડાવ અને વડાપ્રધાન મોક્ટર ઓવનેને મુક્ત કરવામાં આવ્યા. માલીમાં સૈન્ય વિદ્રોહ બાદ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રી સુલેમાન ડોકોરેની ધરપકડ કરવામાં આવી હતી. મુક્ત થયા બાદ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાજીનામાં આપ્યાં.

કેબિનેટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) એકેડમી, નાગપુરમાં ડિરેક્ટરના પદનું સર્જન કરવાની મંજૂરી આપી.

NASA એક નવી અર્થ સિસ્ટમ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરશે, જે જળવાયુ પરિવર્તન, જંગલની આગ અને તોફાનની અસરને ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટના ભાગ રૂપે NASAએ ISRO સાથે ભાગીદારી કરી.

ચીને China-Pakistan Economic Corridor (CPEC)ને એક આર્થિક પહેલ ગણાવતાં કહ્યું કે તેનાથી તેના કાશ્મીર પ્રત્યેના વલણમાં કોઈ અસર નહિ થાય. CPEC PoKમાંથી પસાર થાય છે, જે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (BRI)નો મુખ્ય પ્રોજેક્ટ છે. ભારત આ યોજનાના સમર્થનમાં નથી.