Help & Support   |   Register Now   |   Login Now     

UAE સરકારે બોલીવુડ અભિનેતા સંજય દત્તને ગોલ્ડન વિઝા આપ્યા, જે લાંબા સમય સુધી ત્યાં રહેવાની પરવાનગી આપે છે.

સંજીવ કપૂર ઓબેરોય હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સ ગૃપના અધ્યક્ષ નિયુક્ત.

ઓસ્ટ્રેલિયામાં 3 હજાર વર્ષ બાદ ટાસ્માનિયન ડેવિલનો જન્મ થયો. લુપ્ત થઇ રહેલ આ પ્રજાતિને 2014માં એક NGO દ્વારા ઓસ્ટ્રેલિયામાં 11 ડેવિલ છોડી મુક્યા હતા, જેમના પ્રજનનમાં સફળતા બાદ નવા ડેવિલનો જન્મ થયો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ના તમામ ભાગો ઇન્ટરનેટ પર ઓડિયો સ્વરૂપે નિ:શુલ્ક મૂકવામાં આવ્યા.

31 મે: વિશ્વ તમાકુ નિષેધ દિવસ. 2021ની થીમ-કમિટ ટૂ ક્વિટ.

સ્પેનની ફૂટબોલ ક્લબ વિલારિયલ CFએ UEFA યુરોપા લીગનો ખિતાબ જીત્યો. આ ટીમે 98 વર્ષ બાદ કોઈ મેજર ટાઈટલ જીત્યું.

બી. વી. આર. સુબ્રમણ્યમ કેન્દ્ર સરકારના વાણિજ્ય સચિવ નિયુક્ત.

ભારત રત્ન પ્રોફેસર સી. એન. આર. રાવે અક્ષય ઊર્જા સ્રોતો અને ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રિસર્ચ માટે ઇટલીનો ‘ઇન્ટરનેશનલ એની એવોર્ડ-2020’ જીત્યો.

RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઓફ ઇન્ડિયા)ના ડિરેક્ટર સામંત કુમાર ગોએલ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના હેડ અરવિંદ કુમારને એક વર્ષનો કાર્ય વિસ્તાર આપવામાં આવ્યો.

બશર અલ અસદ ચોથા કાર્યકાળ માટે સીરિયાના રાષ્ટ્રપતિ નિયુક્ત.