Help & Support   |   Register Now   |   Login Now     

પુરાતત્વવિદ પ્રોફેસર બી. બી. લાલના શતાબ્દી વર્ષ નિમિત્તે સંસ્કૃતિ મંત્રીએ ઈ-બુક ‘પ્રો. બી. બી. લાલ: ઇન્ડિયા રીડિસ્કવર્ડ’ લોન્ચ કરી.

અજય તિર્કી મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ નિયુક્ત.

તરૂણ બજાજ ઇકોનોમિક અફેર્સ (આર્થિક બાબતો)ના સેક્રેટરી નિયુક્ત.

મહારાષ્ટ્રની રાજ્યના દરેક વ્યક્તિને મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગત મફત સ્વાસ્થ્ય સેવા આપવાની ઘોષણા. મહારાષ્ટ્ર તમામને મફત વીમા સેવા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

સાનિયા મિર્ઝા એશિયા/ઓશિનીયા ક્ષેત્રમાંથી ફેડ કપ હાર્ટ એવોર્ડ માટે નોમીનેટ થનાર પ્રથમ ભારતીય બની. તેની પસંદગી ઇન્ડોનેશિયાની પ્રીસકા મેડેલિન નુગોરહો સાથે કરાઈ.

ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવરના CEO રાલ્ફ સ્પીથ UKની રોયલ સોસાયટીના સભ્ય ચૂંટાયા.

ગિરધર અરમાને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના સચિવ નિયુક્ત.

અરવિંદ કુમાર શર્મા મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ના સચિવ નિયુક્ત.

શોભના નરસિમ્હન સહિત ત્રણ ભારતીયો અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીઝમાં ઇન્ટરનેશનલ ઓનરરી મેમ્બર ચૂંટાયાં.

દૂરદર્શન પર પુન:પ્રસારિત ‘રામાયણ’ એ વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોવામાં આવનાર મનોરંજન કાર્યક્રમનો રેકોર્ડ બનાવ્યો. એક જ દિવસે 77 મિલિયન લોકો દ્વારા જોવામાં આવી.