Help & Support   |   Register Now   |   Login Now     

થોમસ કુક (ઇન્ડિયા) લિ.એ એશિયા સસ્ટેનેબિલીટી એવોર્ડ્સ (ASRA)માં એશિયાના સર્વશ્રેષ્ઠ ઇન્ટીગ્રેટેડ રિપોર્ટ માટે રજત પુરસ્કાર જીત્યો.

લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય કુમાર ત્રિપાઠીનું COVID-19થી નિધન. કોરોના વાયરસને કારણે દેશનું પ્રથમ હાઈ-પ્રોફાઇલ નિધન.

5 મે: વર્લ્ડ અસ્થમા ડે.

HDFC બેંકે કોરોના મહામારી વચ્ચે આશાઓને જીવિત રાખવા #HumHarNahiManenge (હમ હાર નહિ માનેંગે) ગીત લોન્ચ કર્યું. આ ગીતના શબ્દો પ્રસૂન જોશીના અને સંગીત એ. આર. રહેમાનનું છે.

નાસાના પ્રથમ મંગળ હેલિકોપ્ટરનું નામ ‘ઇનજેન્યુટી’ રાખવાનો શ્રેય 17 વર્ષની ભારતીય મૂળની છોકરી વનીઝા રૂપાણીને મળ્યો.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા (116 અંક) અને ન્યુઝીલેન્ડ (115 અંક) બાદ 114 અંક સહિત ભારત ત્રીજા ક્રમે.

કેન્દ્રએ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરીટી (CWMA) જળ શક્તિ મંત્રાલયને આધીન કરી.

રમેશ બાબુ વી. NTPCના ડિરેક્ટર (ઓપરેશન) નિયુક્ત.

નીરજ ધવન યસ બેંકના ચીફ રિસ્ક ઓફિસર (CRO) નિયુક્ત.

છત્તીસગઢ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) અંતર્ગત અકુશળ શ્રમિકોને રોજગારી આપનાર રાજ્યોમાં પ્રથમ ક્રમે.