Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય-અમેરિકન અશોક માઈકલ પિંટો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD)ના પ્રતિનિધિ નિયુક્ત.

જાપાનના ફુકુઓકા શહેરમાં યોજાનાર વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ-2021 હવે 2022માં યોજાશે.

ફેસબુકે બોલીવુડ સાથે એક હોમ-ટૂ-હોમ ફંડરેઝર કોન્સર્ટ ‘આઈ ફોર ઇન્ડિયા’નું આયોજન કર્યું, જેમાંથી થનારી 100% આવક ગીવ ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇન્ડિયા COVID રિસ્પોન્સ ફંડમાં જશે.

લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા નવા આર્મી ટ્રેનિંગ કમાન્ડ ચીફ (ArTraC) નિયુક્ત.

ટેનિસ ઇન્ટેગ્રીટી યુનિટે ઈજિપ્તના ટેનિસ પ્લેયર યુસેફ હોસમ પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના આરોપસર આજીવન પ્રતિબંધ મૂક્યો.

ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં ડિસ્ક થ્રોઅર સંદીપ કુમારી પર ચાર વર્ષનો પ્રતિબંધ.

Ameyoએ બેન્કિંગ અને ફાયનાન્સ ક્ષેત્ર માટે વિડીઓ KYC એંગેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે RBIના દિશા-નિર્દેશો મુજબ પ્રમાણે ભૌતિક KYCની જરૂરિયાતને ટાળશે. Ameyoના CEO બિશાલ લછીરામકા છે.

રશિયા આર્કટિક ક્લાઈમેટની દેખરેખ માટેનો પ્રથમ સેટેલાઈટ ‘આર્કટિકા-M’ લોન્ચ કરશે.

અમેરિકાની ધ એસોસિએટેડ એજન્સીના ત્રણ ભારતીય જર્નાલિસ્ટ્સ દાર યાસીન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદ લોકડાઉન દરમ્યાન ફિચર ફોટોગ્રાફી ક્ષેત્રે આપેલ યોગદાન બદલ પુલિત્ઝર એવોર્ડ-2020થી સન્માનિત.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સંમેલન-2020 ઓક્ટોબરમાં નેધરલેંડમાં યોજાશે.