Help & Support   |   Register Now   |   Login Now     

મણીપુરના ડોક્ટર થંગજામ ધબલી સિંઘ ભારતમાં જાપાનની સમજણને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા માટે જાપાનના ‘ઓર્ડર ઓફ રાઈઝિંગ સન’થી સન્માનિત.

FIFAએ COVID-19 સમયમાં અવિરત પણે પોતાની ફરજ નિભાવી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓના સન્માન માટે #WeWillWin નામનું અભિયાન શરૂ કર્યું.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ અને માર્ગદર્શન.

એક્સિસ બેંકનાં પૂર્વ CEO શિખા શર્મા ગુગલ પે ઇન્ડિયાનાં એડવાઇઝર નિયુક્ત.

IIT-મદ્રાસના પ્રોફેસર થલાપ્પિલ પ્રદીપ સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટેગરીમાં નિક્કી એશિયા પ્રાઈઝ-2020 માટે પસંદગી પામ્યા.

લોક ડાઉનને કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને સ્થાનાંતરિત કરવા માટે રેલવે વિભાગે ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેન્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

ઇન્ટરનેશનલ બજેટ પાર્ટનરશિપ (IBP)ના 117 દેશોના સર્વેમાં બજેટ ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી બાબતે ભારત 49 અંક સાથે 53મા ક્રમે. ન્યુઝીલેન્ડ 87 અંક સાથે પ્રથમ.

અમદાવાદની પશુ સ્વાસ્થ્ય સેવા કંપની હેસ્ટર બાયોસાયન્સીઝે COVID-19ની વેક્સિન વિકસાવવા માટે IIT-ગુવાહાટી સાથે સમજૂતી કરી.

IT સેવા અને ટેકનોલોજી કંપની CSS કોર્પ.એ બિઝનેસ ઇન્ટેલિજન્સ ગ્રુપ દ્વારા એકસેલન્સ ઇન કસ્ટમર સર્વિસ એવોર્ડ્સ-2020માં આઉટસોર્સ પાર્ટનર એવોર્ડ જીત્યો.

પીયુષ શ્રીવાસ્તવ બેહરીનમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.