Help & Support   |   Register Now   |   Login Now     

DRDOએ ITR, ચાંદીપુર (ઓરિસ્સા)થી AKASHના એડવાન્સ્ડ વર્ઝન, સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ, જમીનથી હવામાં માર કરનાર AKASH-MK-1S મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ.

લુઇસ હેમિલ્ટને મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ-2019નો ખિતાબ જીત્યો.

વ્હોટ્સએપ 2020થી સ્ટેટસ પર વિજ્ઞાપન શરૂ કરશે.

દક્ષિણ કોરિયાની સુંગક્યંકવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચામડી પર ચોંટી રહે તેવા, ફ્લેક્સિબલ, પહેરી શકાય તેવા સેન્સરની શોધ કરી.

ભારતના રજત ચૌહાણ, અભિષેક વર્મા અને અમન સૈનીની પુરુષ કંપાઉન્ડ ટીમે તુર્કીના અંતાલ્યામાં તીરંદાજી વિશ્વ કપના ત્રીજા ચરણમાં કાંસ્ય જીત્યો.

ભારતના મહેશ મંગાઓંકરે સ્વિત્ઝરલૅન્ડમાં યોજાયેલ સેકીસુઈ ઓપન-2019નું ટાઈટલ જીત્યું. સેકીસુઈ ઓપન પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન (PSA)ની ચેલેન્જર ટૂર ઇવેન્ટ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના નવા સમ્રાટ સાથે મૂલાકાત કરનાર પ્રથમ વિશ્વ નેતા બન્યા.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં UN ઓર્ગેનાઈઝેશન સ્ટેબિલાઈઝેશન મિશન દરમ્યાન બલિદાન આપનાર પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમાર મરણોપરાંત ડેગ હમ્મરસ્કોલ્ડ ચંદ્રકથી સન્માનિત.

ISROએ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના શ્રી સિટીમાં VRV એશિયા પેસિફિકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભારતના સૌથી મોટા લિક્વિડ હાઈડ્રોજન સ્ટોરેજ ટેન્કને લોન્ચ કર્યું.

ILOનો ‘વુમન ઇન બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ: ધ બિઝનેસ કેસ ફોર ચેન્જ’ રિપોર્ટ - 57% કંપનીઓએ લિંગ વિવિધતાની પહેલને કારણે વ્યવસાયિક પ્રદર્શન વધુ સારૂ થવાનું સ્વીકાર્યું.