Help & Support   |   Register Now   |   Login Now     

ભારત સરકારે આતંકવાદ વિરોધી કાનૂન UAPA અંતર્ગત બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ (JMB) પર પ્રતિબંધ મૂક્યો.

G-20 શિખર સંમેલન-2019 જાપાનમાં જૂનમાં યોજાશે.

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન 359 પોઈન્ટ્સ સાથે ICC ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં પ્રથમ સ્થાને. કેદાર જાધવ 12મા ક્રમ મેળવીને સર્વોચ્ચ ભારતીય ઓલરાઉન્ડર.

MC મેરીકોમ અને સરિતા દેવીએ બીજી ઇન્ડિયા ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેળવ્યા.

ઓલાએ સ્ટાફની કમીને કારણે ફૂડપાંડાના ડિલીવરી કારોબારને બંધ કર્યો.

ફેસબુક 2020માં ‘ગ્લોબલકોઈન’ નામની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરશે જે લગભગ 12 દેશોમાં નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે કામ કરશે.

નાસાએ ચંદ્રની પાસે બનાવવામાં આવનાર લૂનર ગેટવે તરીકે પ્રસ્તાવિત સ્ટેશન માટે ગેટવેને વીજળી આપવામાં મદદ માટે મેક્સાર ટેકનોલોજિસ સાથે વાણિજ્યિક ભાગીદારી કરી.

જર્મન વૈજ્ઞાનિકોએ સૌરમંડળથી અલગ પૃથ્વીના આકારના 18 ગ્રહોની શોધ કરી.

17મી લોકસભામાં મહિલા ઉમેદવારોએ કુલ 78 બેઠકો મેળવીને 1952ની પ્રથમ લોકસભા પછીનો સૌથી વધુ મહિલા સાંસદોનો રેકોર્ડ બનાવ્યો.

નવીન પટનાયક સતત પાંચમી વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.