Help & Support   |   Register Now   |   Login Now     

પૂણેના અંકુર પટવર્ધને ‘એલ્સેવિયર ફાઉન્ડેશન-ISC૩ ગ્રીન એન્ડ સસ્ટેનેબલ કેમિસ્ટ્રી ચેલેન્જ’માં બીજા નંબરનો પુરસ્કાર જીત્યો.

નાનિંગમાં ચીને બેડમિન્ટન વર્લ્ડ મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ, સુદીરમન કપ-2019 જીત્યો.

અપૂર્વી ચંદેલાએ ISSF વર્લ્ડ કપ-2019માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં સુવર્ણ જીત્યો.

ભારતીય કલાકાર નલિની માલાનીએ દ્વિવાર્ષિક જોઆન મિરો પુરસ્કાર-2019 જીત્યો.

ISROની વાણિજ્યિક શાખા ન્યુસ્પેસ ઇન્ડિયા લિ. (NSIL)નું બેંગલુરુમાં ઉદઘાટન. NSIL ભારતીય અંતરીક્ષ કાર્યક્રમોમાં ઉદ્યોગની ભાગીદારીને વધારવાના ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવ્યું.

ખાનગી જીવન વીમા કંપની ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સ FICCI ક્લેમ્સ એકસેલન્સ એવોર્ડથી સન્માનિત.

નાસા ‘આર્ટમિસ’ મિશન અંતર્ગત 2024 સુધીમાં 8 નાના લોન્ચ અને ચંદ્રની કક્ષામાં 1 નાના સ્ટેશનનું નિર્માણ કરશે. આર્ટમિસ-1 અંતર્ગત 2020માં ચંદ્ર પર માનવરહિત અંતરીક્ષ યાન મોકલાશે.

મહારાષ્ટ્રની પ્રિયંકા મોહિતે માઉન્ટ મકાલૂ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની. 8,481 મીટરની ઊંચાઈ ધરાવતો માઉન્ટ મકાલૂ દુનિયાનો પાંચમો સૌથી મોટો પર્વત છે.

ભારતની બીજી સૌથી મોટી ટ્રેક્ટર નિર્માતા કંપની TAFEએ અભિનેતા અક્ષય કુમારને મેસી ફર્ગ્યૂસન બ્રાન્ડ માટે પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.

ઇન્ડિયન આર્મી ઓફિસર લે. જનરલ શૈલેષ તિનિકર દક્ષિણ સુદાનમાં UN મિશન (UNMISS)ના નવા ફોર્સ કમાન્ડર નિયુક્ત.