Help & Support   |   Register Now   |   Login Now     

PM મોદીએ જળ સંસાધન તથા પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના વિલય સાથે નવા ‘જળ શક્તિ’ મંત્રાલયની રચના કરી, જેનો કાર્યભાર ગજેન્દ્ર સિંહ શેખાવતને અપાયો.

નિર્મલા સીતારમણ દેશનાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી બન્યાં.

રામ વિલાસ પાસવાન પ્રથમ વખત 1989માં વી. પી. સિંહની સરકાર સહિત કુલ સાત વડાપ્રધાનની કેબિનેટમાં સ્થાન મેળવનાર એકમાત્ર નેતા બન્યા.

અમેરિકામાં પ્રથમ વખત જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિરમાં 20 એકર સરોવરમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે.

જર્મનીના મ્યુનિકમાં યોજાયેલ ISSF વર્લ્ડકપ-19માં પાંચ ગોલ્ડ અને એક સિલ્વર સાથે ભારત પ્રથમ ક્રમે. બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે ચીન બીજા ક્રમે.

નરેન્દ્ર મોદીએ સતત બીજી વાર વડાપ્રધાન તરીકેના શપથ લીધા.

31 મે: વર્લ્ડ નો ટોબેકો ડે. આ વર્ષનો વિષય-તમાકુ અને ફેફસાનું સ્વાસ્થ્ય.

એપલે ચાર વર્ષમાં પોતાનું પ્રથમ iPod મોડલ રજૂ કર્યું, જેમાં સંગીત અને ગેમ્સ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીઝ (ઓસ્કાર એકેડમી)ના અધ્યક્ષ જોન બેલીએ દિલ્હીમાં એકેડમી પબ્લિકેશન ‘ડિજિટલ ડિલેમા’ના હિન્દી અનુવાદને ઈ-લોન્ચ કર્યો.

અરુણ સરિન ઓલા ઇલેક્ટ્રિકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર નિયુક્ત.