Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાના બ્રુક્સ કોએપકાએ ગોલ્ફની PGA ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું.

અમેરિકન બાસ્કેટબોલ લીગ NBAમાં મિલવોકી બક્સે ઇસ્ટર્ન ફાઈનલ્સની પ્રથમ ગેમ જીતી.

29 મે: ઇન્ટરનેશનલ ડે ફોર UN પીસકિપર્સ. 2019નો વિષય-નાગરિકોની રક્ષા કરવી, શાંતિની રક્ષા કરવી.

અમેરિકામાં વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપવામાં આવી. જોલજેનસ્મા નામની જીન થેરેપીની આ દવાની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે.

બોલીવુડના સૌથી ચર્ચિત એક્શન સ્ટંટ ડિરેક્ટર્સમાંના એક અને અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન.

ફિએટ ક્રાઈસલર (FCA) અને ફ્રાન્સીસી વાહન નિર્માતા કંપની રેનોલ્ટના વિલય બાદ તે દુનિયાની ત્રીજી સૌથી મોટી વાહન નિર્માતા કંપની બનશે.

પ્રથમ UN હેબિટેટ એસેમ્બલીના કાર્યકારી બોર્ડ માટે ભારતની પસંદગી. UN-હેબિટેટ એસેમ્બલીનો વિષય - ઇનોવેશન ફોર બેત્ર ક્વોલિટી ઓફ લાઈફ ઇન સિટીઝ એન્ડ કોમ્યુનિટી.

IAF ચિફે કારગિલમાં શહીદ થયેલ સૈનિકોની વીરતા અને બલિદાનનું સન્માન કરવા માટે ભટિંડામાં ચાર મિગ-21 દ્વારા ‘મિસિંગ મેન’ આકૃતિનું ફ્લાયપાસ્ટ કર્યુ.

પેમા ખાંડૂ બીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

ISSF વર્લ્ડ કપ, જર્મની: સૌરભ ચૌધરીએ પુરુષોની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં, રાહી સરનોબટે મહિલાઓની 25 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં સુવર્ણ જીત્યો.