Help & Support   |   Register Now   |   Login Now     

આઈપીએલ 10માં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વાર્નરે ઓરેન્જ કેપ અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ જીતી.

વિશ્વમાં દર વર્ષે મૃત્યુ પામનારા પ્રત્યેક 10 વ્યક્તિમાંથી એકનું મોત ધૂમ્રપાનની આદતને કારણે : WHO. આમાંથી 50 ટકા લોકો ફક્ત 4 દેશના રહેવાસી જેમાં ભારતનો પણ સમાવેશ.

બ્રિટીશ ઉદ્યમી રેહાના અમીર બ્રિટનમાં કોઈ નગર નિગમ વોર્ડની કાઉન્સિલર બનનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા બની.

જર્મનીના એલેકઝાન્ડર જેવરેવે રોમ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

અરુણાચલ પ્રદેશની પર્વતારોહક અંશુ જમસેનપા પાંચ વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની.

આર વૈશાલીએ એશિયન કોન્ટીનેન્ટલ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગનો ખિતાબ જીત્યો.

ભારતીય સ્ક્વોશ ખેલાડી હરિંદર પાલ સંધૂએ મકાતી ઓપનનો ખિતાબ જીત્યો.

યુક્રેનની ઇલિના સ્વિતોલિનાએ ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન દ્વારા લેખિત ‘એમ.એસ.સ્વામીનાથન: ધ ક્વેસ્ટ ફોર અ વર્લ્ડ વિધાઉટ હંગર’ પુસ્તક રિલિઝ કર્યુ.

ભારતીય પુરુષ કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે વિશ્વ કપના પ્રથમ ચરણમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.