Help & Support   |   Register Now   |   Login Now     

પૂર્વ ઇથોપિયાના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. ટેડરોસ અદાનામ ગિબેરેસસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નવા ડિરેક્ટર જનરલ તરીકે ચૂંટાયા.

ભારતના વન્યજીવ અને પર્યાવરણ કાર્ટૂનિસ્ટ રોહન ચક્રવર્તીએ WWF ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ-2017 જીત્યો.

જેમ્સ બોન્ડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકેલ બ્રિટિશ અભિનેતા રોજર મૂરનું નિધન.

જાણીતા નિર્દેશક અડૂર ગોપાલકૃષ્ણનની કેરળ સરકારના સર્વોચ્ચ સન્માન ‘જેસી ડેનિયલ એવોર્ડ 2016’ માટે પસંદગી.

પેટીએમે પોતાની પેમેન્ટ બેંકની શરૂઆત કરી.

નાસાએ અબ્દુલ કલામને સન્માન આપતાં નવા જીવનું નામ તેમના નામ પરથી ‘સોલિબૈસિલ્લસ કલામી’ રાખ્યું. આ એક પ્રકારનો બેક્ટેરિયા છે.

ટાટા સન્સે સૌરભ અગ્રવાલને ગ્રુપના ચીફ ફાયનાન્સ ઓફિસર નિયુક્ત કર્યા.

ભારત સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનની દ્રષ્ટિએ જાપાનને પાછળ છોડીને ચીન બાદ બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો.

મિતાલી રાજ મહિલા એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 મેચોમાં કેપ્ટનશિપ કરનાર પ્રથમ ભારતીય બની.

38મા ફેડરેશન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ કઈ ટીમે જીત્યો? બેંગલુરુ એફસી